ઉજવણી:ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવાળીના ધાર્મિક તહેવારોની ધૂમધામથી ઉજવણી થશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 નવે. દિવાળી, ભગવાનના ચોપડે બોણી લખાશે, 5 નવે. બેસતુ વર્ષ

યાત્રાધામ ડાકોરમાં આગામી દિવાળીના તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી થનાર છે. જે માટે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. પ્રશાસન દ્વારા નવેમ્બર ના 19 દિવસ દરમિયાન તહેવારોનું 9 દિવસનું લિસ્ટ જાહેર કરાયું છે. જેમાં 1 નવેમ્બર એટલે આસો વદ 11 ના રોજ વાઘબારસ, 3 નવેમ્બર આસો વદ 13 ના રોજ ધનતેરસ- કાળી ચૌદસ, 4 નવેમ્બર આસો વદ અમાસ રોજ દિવાળી નો તહેવાર ઉજવાશે. આ દિવસે મંદિરમાં ભગવાનની હાટડી ભરાય છે, ભાવિક ભક્તો યથા શક્તિ ભગવાનના ચોપડે પોતાની બોણી લખાવી નવા વર્ષની શરૂઆત કરે છે.

માન્યતા એવી છેકે ભગવાન ના ચોપડે બોણી લખાય એ વર્ષ દરમિયાન બોણી લખાવી હોય તેનું આખું વર્ષ વ્યવસાયમાં બરકત આવે છે. 5 નવેમ્બર કારતક સુદ 1ના રોજ બેસતુ વર્ષ છે. આ દિવસે ડાકોર મંદિરમાં અન્નકુટની ઉજવણી થશે.

6 નવેમ્બર કારતક સુદ 2ના રોજ ભાઈબીજ, 9 નવેમ્બર કારતક સુદ 5ના રોજ લાભ પાંચમ, 11 નવેમ્બર કારતક સુદ 7ના રોજ ગોપાષ્ટમીનો તહેવાર ઉજવશે. આ દિવસે મંદિર પ્રશાસન દ્વારા ગાયોની પૂજા કરવામાં આવે છે. 15 નવેમ્બરના રોજ કારતક સુદ 12 ના રોજ મંદિરમાં તુલસી વિવાહ અને 19 નવેમ્બર કારતક સુદ પૂનમના રોજ દેવ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...