• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Divya Shakotsav Was Celebrated In The World Famous Vadtaladham By Making 2000 Kg Of Eggplant, More Than 25 Thousand Haribhaktas Took Advantage Of The Offerings.

શાકોત્સવની ઉજવણી:વિશ્વપ્રસિદ્ધ વડતાલધામમાં 2 હજાર કિલો રીંગણનું શાક બનાવી દિવ્ય શાકોત્સવ ઉજવાયો, 25 હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો

નડિયાદ6 મહિનો પહેલા
  • દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ 200 વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી
  • ગામડાઓના 1 હજારથી વધુ સ્વયં સેવકોએ સેવા કરી

વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ 201મા શાકોત્સવની 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનો 25 હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રી હરિએ 200 વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રી હરિએ 16 મણ ઘી માં 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. આ વઘાર ભગવાને જાતે કર્યો હતો.

આ ઉત્સવમાં શ્રી હરિએ તૈયાર કરેલા પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે. મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી.

આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ 200 વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી. આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યુ હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ઘોર કરીકાળમાં ભગવાન શ્રીહરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું. શ્રીહરિએ સુરાખાચરનાં ઘરે બે - બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ. નાના હરિમંદિરથી લઈ દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે. ભગવાન શ્રીહરિ શાકોત્સવનાં ઉત્સવ દરમિયાન કહેવા માંગે છે કે, જેમ અલગ-અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની-મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન શ્રીહરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે.

ઉત્સવ સેવા કરવાનું સાધન છે. વડતાલમાં દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ઉત્સવો નિરંતર વડતાલ ચોકમાં ઉજવાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આચાર્ય મહારાજે તથા સંતોએ ભોજનાલયમાં પધારી શાકોત્સવ તેમજ વિવિધ ફરસાણ ઉપર પુષ્પવૃષ્ટી કરી ભક્તોને આશીર્વાદ પાઠવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી તથા પ્રિયદર્શન સ્વામીએ કર્યું હતું.

શાકોત્સવમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી

2 હજાર કિલો ગુલાબી રીંગણનું સ્વાદિષ્ટ શાક 1 હજાર કિલો બાજરીના રોટલા 1 હજાર કિલો ચુરમાના લાડુ 100 કિલો ડ્રયફ્રૂટ 2 હજાર કિલો વઘારેલી ખીચડી 300 કિલો ઘઉંની રોટલી 200 કિલો આથેલા મરચાં 3 હજાર લીટર તાજી છાશ 400 કિલો ગોળ 300 કિલો પાપડી 300 કિલો ઘી 100 ડબ્બા તેલ 1 હજાર કિલો વિવિધ મસાલા 1500 કિલો શાકભાજી 100 ઉપરાંત ગામડાઓના 1હજારથી વધુ સ્વયં સેવકોએ સેવા કરી હતી. સુરત કલાકુંજ - વડોદરા તથા ચરોતરનાં 500 થી વધુ મહીલા ભક્તોએ રોટલા બનાવવાની સેવા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...