તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • In Kheda District Today, 163 More People With 11 Children Became Infected With Corona, The Number Of Active Cases Has Crossed One Thousand.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે 11 બાળકો સાથે વધુ 163 લોકો કોરોના સંક્રમિત થયા, એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર પહોંચી

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં ત્રણ હજાર 710 લોકોને રસી આપવામા આવી
 • નડિયાદ તાલુકા પંચાયતે આસપાસના ગામમાં સેનેટાઇઝ માટે એક ટેન્કર ફાળવી
 • નડિયાદ સિવિલ કેમ્પસમાં એક આધેડ મહિલાનું મૃત્યુ

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 163 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. જેમાં 11 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક છ હજાર 641એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદમાં 118, ખેડામાં 19, મહુધામાં છ, વસોમાં પાંચ, માતરમાં પાંચ, કપડવંજમાં એક અને ઠાસરા એક મળી કુલ 163 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 991 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 99 હજાર 096 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 86 હજાર 960 લોકોના નેગેટિવ અને છ હજાર 804 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 1295 લોકોના રિઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

આજે જે કેસો નોંધાયા છે તેમાં 11 બાળકોને કોરોનાના ભરડામાં આવી ગયા છે. જેમાં સાત બાળકો પૈકી એક બાળક મહુધા અને બાકી તમામ બાળકો નડિયાદના છે અને નડિયાદની ચાર બાળકીનો પણ સમાવેશ થાય છે. આમ કુલ 11 બાળકો સંક્રમિત થતાં તેઓને સારવાર અપાઈ રહી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજે 100 સેન્ટરમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં ત્રણ હજાર 710 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં ત્રણ લાખ 93 હજાર 899 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો, નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 152, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 50, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 145, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 36, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી સાત, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 28, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 20, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 15, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 25, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં છ, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી એક, સી.સી.સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 15, સી.સી.સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 22, સી.સી.સી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી ચાર, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી પાંચ, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 11, ડી.એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી 0, પામ ગ્રીન ક્લબ ગોઠાજમાં દાખલ દર્દી 10, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 221, હોમ આઇસોલેશન 311 દર્દીઓ મળી કુલ 1084 એક્ટિવ કેસ છે.

નડિયાદ તાલુકા પંચાયતે આસપાસના ગામમાં સેનેટાઇઝ કરવા ટેન્ડર ફાળવી
નડિયાદ તાલુકા પંચાયતે આસપાસના ગામમાં સેનેટાઇઝ કરવા ટેન્ડર ફાળવી

નડિયાદ તાલુકા પંચાયતે સેનેટાઇઝની કામગીરી માટે એક ટેન્કર ફાળવી

નડિયાદ સહિત આસપાસના ગામોમાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સંક્રમણનો ફેલાવો થતો અટકે તે હેતુથી નડિયાદ તાલુકા પંચાયતે સેનેટાઇઝ માટે એક ટેન્કર ફાળવી છે. જે ગામે ગામ ફરી ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઇઝની કામગીરી કરશે. આ સમગ્ર આયોજન દંડક પંકજ દેસાઈ, સાસંદ દેવુસિંહ ચૌહાણ તથા મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ થયું છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડા, ઉપપ્રમુખ રમેશ પરમાર સહિત મહાનુભવો હાજર રહ્યા હતા.

નડિયાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આધેડ મહિલાનું મોત
નડિયાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આધેડ મહિલાનું મોત

નડિયાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સારવાર ન મળતા એક આધેડ મહિલા મોતને ભેટી

નડિયાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આજે સમયસર સારવાર ન મળતા એક આધેડ મહિલાનું મૃત્યુ થયું હતું. જોકે, આ બનાવમાં સત્તાવાર વિગતો ન મળતા આ મહિલાનું કોરોનામાં મૃત્યુ થયું કે આકસ્મિક તે તો તપાસનો વિષય છે. આ મહિલાની સાથે આવેલ તેમની દીકરી હૈયાફાટ રૂદન કરતાં જણાવે છે કે, તે છેલ્લા ચાર દિવસથી બીમાર હતા અને આજે તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે રિક્ષામાં આવ્યા હતા. જે સમયે બહાર બાકડા પર સુતા જે બાદ ઢંઢોળવવામાં આવવા છતાં પણ જાગ્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો