તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે કોરોનાના નવા 152 કેસ, જિલ્લાના રસીકરણ કેંદ્રો રહ્યા બંધ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1261 પર પહોંચી

ખેડા જિલ્લામાં એક બાજુ કોરોનાનો અજગરી ભરડો છે. તેવામાં સરકારના રસીકરણ અભિયાનનો આજે સમગ્ર જિલ્લામાં ફિયાસ્કો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 152 કેસો સામે આજે રસીકરણનો રીપોર્ટ નીલ બતાવવામાં આવ્યો છે.

સમગ્ર ખેડા જિલ્લામાં આજે 152 કેસો નોંધાયા છે. જે સાથે કુલ આંક 8574એ પહોંચી ચૂક્યો છે. જેમાંથી એક્ટીવ કેસોની વાત કરવામાં આવે તો માત્ર 1261 છે. આજે નોંધાયેલા કેસોમાં નડિયાદમાં 88, વસોમાં 18, કઠલાલમાં 10, મહુધામાં 10, ઠાસરામાં 9, માતરમાં 6, મહેમદાવાદમાં 6, કપડવંજમાં 3, ખેડામાં 3 અને ગળતેશ્ર્વરમાં 1 મળી કુલ 152 કેસો એકજ દિવસમાં આવ્યા છે. તો બીજી બાજુ આજે સમગ્ર જિલ્લામાં રસીકરણનો નીલ રીપોર્ટ દર્શાવવામાં આવ્યો છે.

જિલ્લાના રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા. જેના કારણે લોકોને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો. રસીનો જથ્થો નહીં હોવાથી અથવા તો અન્ય કોઈ કારણ જવાબદાર તે તો સરકારી તંત્રને જ માલુમ પરંતુ આ બધા વચ્ચે જ્યારે સરકાર જ રસી લેવડાવવા જાગૃતિ કરી રહી છે તો બીજી બાજુ રસીનો ડોઝ ન હોવાનું બહાર આવતા વિરોધાભાસ બાબતો વચ્ચે સુળી વચ્ચે સોપારી બનતી પ્રજામાં રોષ વ્યાપ્યો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 558 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 110545 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 96878 લોકોના નેગેટિવ અને 8574 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1248 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 160, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 36, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 145, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 42, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 10, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 30, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 18, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 18, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 25, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 7, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 1 છે.

તો સી. જી. જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં દાખલ દર્દી 17, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 33, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 18, સી. સી. સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 30, સી.સી. સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 3, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 12, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 16, ડી. એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી 0, પામ ગ્રીન ક્લબ ગોબલજમાં દાખલ દર્દી 2, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 308, હોમ આઇસોલેશન 331 દર્દીઓ મળી કુલ 1261 એક્ટીવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...