વાદળછાયું વાતાવરણ:ખેડા જિલ્લામાં આજે ફરી વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતોના જીવ અધ્ધર થયા

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીનું જોર ઘટતાં તાપમાનનો પારો સામાન્ય ઊંચે ચઢ્યો
  • જિલ્લામાં વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ છવાયું

રાજ્યમાં છેલ્લા થોડા થોડા દિવસોના અંતરે જ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ખેડા જિલ્લામાં સતત પલટાતા વાતાવરણને કારણે વધુ એક વખત વાદળછાયું વાતાવરણ જોવા મળતાં ચરોતરના ધરતીપુત્રોના જીવ અધ્ધર થયા છે.

જિલ્લામાં બુધવારની વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં તડકા છાયડો જેવું વાતાવરણ રહ્યું હતું. સૂર્યદેવ જાણે વાદળોમાં સંતાકૂકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વાદળછાયા વાતાવરણને કારણે પવનની ગતીમાં વધારો થયો છે તો ઠંડીમાં પણ સામાન્ય ઘટાડો થતાં લઘુત્તમ તાપમાન ઊંચુ વધ્યું હતું.

દર 10-12 દિવસોના અંતરમાં એટલે કે આંતરા દિવસોમાં વાતાવરણ પલટાતા ધરતીપુત્રોના મનમાં ચિંતા પ્રસરી ગઇ છે. તો આવા વાતાવરણને કારણે શિયાળુ પાકને માઠી અસર પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઉપરાંત પાકમાં રોગચાળાની ભીતી પણ સેવાઈ રહી છે. જોકે આ તમામ બાબતો વચ્ચે આશંકીક ઠંડી ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...