તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 9 કેસ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 161 પર પહોંચી

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 9 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10339 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદ 4, ગળતેશ્વર 2, કઠલાલ 1, ઠાસરા 1 અને વસો 1 મળી કુલ 9 કેસનો વધારો થયો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 915 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 136664 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 125410 લોકોના નેગેટિવ અને 10339 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 915 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 8, 402 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલ રસીકરણમાં 4,021 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 5,91,016 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...