તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં બેદરકારી અને લોકોની લાપરવાહીના કારણે કોરોનાના સંક્રમણનો વ્યાપ વધ્યો છે. જેના કારણે હવે પોલીસ તંત્રને આકરા પગલાં લેવા મજબૂર થવું પડ્યું છે. જિલ્લામાં ગતરોજ ડાકોર, કઠલાલ, સેવાલીયામાં દુકાનદારો સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધાયો છે. જ્યારે કપડવંજ અને ઠાસરામાં માસ્ક વગર ફરતાં બે ઈસમોને પકડી દંડ ફટકાર્યો છે. લોકો જાગૃત ન બનતાં પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે.
ડાકોર પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં બોડાણાં સ્ટેચ્યુથી મંદિર તરફ જવાના રોડ પર આવેલ એક કટલરીની દુકાનમાં દુકાનદારે આવતા ગ્રાહકોનું સોશિયલ ડિસ્ટન્સ પાલન ન કરતાં ડાકોર પોલીસે આ દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ દુકાન માલિક વિરલસિંહ ઝાલા (રહે. ડાકોર, ગોપાલપુરા) વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પાનના ગલ્લા પર ટોળુ એકઠુ થતાં કઠલાલ પોલીસે કાર્યવાહી કરી
જ્યારે કઠલાલમાં ચોક્સી બજાર વિસ્તારમાં આવેલ ઐયુબ પાનના ગલ્લા પર ગત રાત્રે ટોળુ એકઠુ થતાં કઠલાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ પાન પાર્લરના સંચાલક અરબાઝ ઐયુબ મિરઝા (રહે. અહેમદરજા પાર્ક, કઠલાલ) વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજો બનાવ ગળતેશ્વર તાલુકામાં સામે આવ્યો છે. આ તાલુકાના મેનપુરા ગામે ઈન્દિરાનગરી વિસ્તારમાં આવેલ કરીયાણાની દુકાન સંચાલકે પોતાની દુકાનમાં સેનેટાઇઝની વ્યવસ્થા કરી નહોતી. સાથે સાથે ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા ગળતેશ્વર પોલીસે આ દુકાનના માલિક પ્રવિણ અશોક પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
સાથે સાથે કપડવંજ અને ઠાસરામાં માસ્ક વગર જાહેરમાં ફરતાં બે વ્યક્તિઓ કિરીટ સોલંકી (રહે. જટવાડા, કપડવંજ) અને ખુમાનસિંહ પરમાર (રહે. ડાકોર) વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ અને ઠાસરા પોલીસે આ બન્ને ઈસમો સામે ગુનો નોંધી દંડ વસુલ્યો છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.