તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે નોંધાયા ફક્ત 2 કેસ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 73 પર પહોંચી
  • આજે 65 સેશનમાં 6,184 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે માત્ર 2 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10380 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદમાંથી જ 2 કેસ સામે આવ્યા છે. હાલ એક્ટીવ કેસોની સંખ્યા 73એ પહોંચી છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 902 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 141974 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 130692 લોકોના નેગેટિવ અને 10380 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 902 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 6,184 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલ રસીકરણમાં 3,505 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...