ભાસ્કર વિશેષ:વાંઠવાડીમાં બીઆરસી ભવન ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 તાલુકામાંથી 50 કૃતિ પ્રાથમિક અને 34 કૃતિઓ માધ્યમિક વિભાગમાં રજૂ થઇ

જિલ્લા કક્ષાનુ વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન બી આર સી ભવન વાંઠવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડા જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનનો મુખ્ય વિષય તકનીકી અને રમકડા હતો તેમજ પેટા વિષયોમાં ઇકોફ્રેન્ડલી સામગ્રી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સોફટવેર અને એપ્લીકેશન, પરિવહન તેમજ ગાણિતિક નમૂનાઓ જેવા વિષયો પર જુદી જુદી શાળાના બાળકોએ કૃતિઓ રજૂ કરી હતી.

ખેડા જિલ્લાના 10 તાલુકામાંથી 50 કૃતિ પ્રાથમિક વિભાગમાં અને 34 કૃતિઓ માધ્યમિક વિભાગમાં રજૂ થઇ હતી. જેમાંથી 10 કૃતિઓ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી હતી. કલસ્ટર કક્ષાએ વિજેતા થયેલ કૃતિઓ તાલુકા કક્ષાએ રજૂ થઇ હતી. તેમાંથી વિજેતા કૃતિઓને જિલ્લા કક્ષા માટે પસંદ થઇ હતી. આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઇન મોડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં નિર્ણાયકો દ્વારા કૃતિઓ વિડિયોની ડી.વી.ડી જોઈ ગુણાંકન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ થી ડો.છાયાબેન મૂલવાણી, જે. એસ. ગોસ્વામી અને શેખ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો અને બ્લોક સ્ટાફ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે બીઆરસી દિપકભાઇ સુથાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ભાગ લીધેલી તમામ શાળા, શિક્ષકો અને બાળકોને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...