તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઈસ્ટર પર્વની ઉજવણી કરાઈ છે. કોરોનાના કાળમાં આ વખતે આ પર્વની ખુબજ સાદગીથી ઉજવણી કરાઈ છે. દેવળોના સંચાલોકોએ આ વખતે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. ખ્રિસ્તી બંધુઓએ ઘરે રહીને જ આ પર્વની ઉજવણી કરી છે.
સમગ્ર ખેડા જિલ્લામાં ઈસ્ટર પર્વની ઉજવણી કરાઈ છે. ગુડફ્રાઈડે બાદના ત્રીજા દિવસે પ્રભુ ઈસુ સજીવન થયા હતા. અને તે દિવસ રવિવારનો હોવાથી આ "ઈસ્ટર સન્ડે" તરીકે ઉજવાય છે. ખ્રિસ્તી બંધુઓ એકમેકને હેપ્પી ઈસ્ટર કહી શુભેચ્છા પાઠવે છે. અને દેવળોમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથે સાથે ભજનોની રમઝટ બોલાવાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણને કારણે ચર્ચમાં યોજાતી પ્રાર્થના સભા આ વખતે ઓનલાઇન કરવામાં આવી છે. જેના કારણે ચર્ચનું કેમ્પસ સૂમસામ ભાસતુ નજરે પડ્યું છે. દર વર્ષે હેપ્પી ઈસ્ટરથી ગુંજતું ચર્ચનું પરિસર આ વખતે ખાલીખમ જોવા મળ્યું હતું
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.