બેવડી ઋતુનો અનુભવ:ખેડા જિલ્લામાં વહેલી સવારે અને મોડી સાંજે ગુલાબી ઠંડીના સામાન્ય અહેસાસ વચ્ચે બપોરે ધોમધખતો તાપ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સરેરાશ 82% જેટલો વરસાદ સામે 18%ની ઘટ

ખેડા જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે. નવરાત્રિ પર્વ બાદ વાતાવરણમાં પલટો આવતાં વહેલી સવારે અને મોડી સાંજે સામાન્ય ઠંડીનો અહેસાસ વચ્ચે બપોરે ધોમધખતો તાપ સમગ્ર જિલ્લામાં પડી રહ્યો છે. આમ જીલ્લા વાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે સરેરાશ 82%જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે.

ચોમાસા ઋતુની વિદાય બાદ હવે ધીમે ડગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. જોકે હાલ છેલ્લા એક બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ ચરોતર પંથકના લોકો કરી રહ્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક બે દિવસથી ડબલ ઋતુમાં વહેલી પરોઢે અને મોડી રાત્રે સામાન્ય ઠંડીનો ચમકારો તો બપોરે ચામડી દજાડે તેવો આકરો તાપ પડી રહ્યો છે.

આવી સ્થિતિ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહી છે. જોકે દીવાળી બાદ ધીમે ડગલે ગુલાબી ઠંડીના આગમન સાથે શિયાળો જમાવટ પકડશે. પરંતુ ત્યાં સુધી બેવડી ઋતુનો અનુભવ જિલ્લા વાસીઓને કરવો પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. સમગ્ર ચરોતર પંથકમાં હવે વહેલી સવારે જાકળ પડે છે અને સામાન્ય ધુમ્મસ પણ રહેતા હવે કહી શકાય કે ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે.

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં જીલ્લામાં જોઈએ તો સરેરાશ 8 હજાર મીલી મીટર વરસાદ આપણે માંગતા હોઈએ છીએ. પરંતુ આ વર્ષે સમગ્ર જિલ્લામાં થઈને 6637 જેટલો વરસાદ નોંધાયો છે. તો ટકાવારી પ્રમાણે જોઈએ તો સમગ્ર જિલ્લામાં 82% વરસાદ પડ્યો છે. તો સામે સરેરાશ 18% જેટલો વરસાદની ઘટ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...