તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બબાલ:ખેડા જિલ્લામાં એક જ દિવસે નજીવી બાબતે બે જુદી-જુદી જગ્યાએ મારામારીની ઘટના

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક બનાવમાં પરિણીતાએ સાસરીયા વિરુદ્ધ મહુધા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી
 • બીજી ઘટનામાં બે પાડોશી ઝગડતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ખેડા જિલ્લામાં આજે નજીવી બાબતે બે જુદા જુદા મારામારીના બનાવો બન્યા છે. મહુધાના અલીણા અને નડિયાદના અંધજમાં બનેલા આ બન્ને બનાવો સંદર્ભે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મહુધાના અલીણા ગામે હુસેની ચોકમાં રહેતા બિસ્મીલ્લાબીબી મલેક ગત રોજ પોતાના ઘરે હતા. તે સમયે તેઓની નણંદ બ્લિકીશબાનુ શેખ, દેરાણી નશીમબાનું મલેક, દિયર રસુલમીંયા મલેક અને પતિ મુફીજમીંયા મલેકે અપશબ્દો બોલી તુ ઘરમાંથી નીકળી જા તેવું જણાવી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવેલા બ્લિકીશબાનુએ લાકડી લઈ આવી બિસ્મીલ્લાબીબી ઉપર હુમલો કર્યો હતો અને હવે તું ઘરમાંથી બહાર નહીં નીકળે તો તને જીવતી સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી. આથી બિસ્મીલ્લાબીબી પોતાના પતિ, નણંદ, દિયર, દેરાણી વિરુદ્ધ મહુધા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવની વિગત મુજબ, નડિયાદ તાલુકાના અંધજ ગામે રહેતા સુફિયાબાનું પઠાણ ગત રોજ પોતાના ઘરની સામે પ્રાથમિક શાળાની દિવાલ પર ગોદળીયો સુકવતા હતા. ત્યારે અહીંયા રહેતા લતીફખાન પઠાણે જણાવ્યું કે મારા ઘરની સામે કેમ સુકવો છો તેમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આક્રોશમાં આવેલા લતીફખાન ધારીયું લઈ આવી સુફિયાબાનું પર હુમલો કર્યો હતો. આ અંગે સુફિયાબાનુંએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે લતીફખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો