તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, A Meeting Was Held Under The Chairmanship Of The District Collector To Review The Developmental Works Starting From The Primary Facility.

બેઠક:ખેડા જિલ્‍લામાં પ્રાથમિક સુવિધાથી માંડી વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરવા જિલ્‍લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્‍લા કલેકટર બચાણીએ બાકી રહેતા કામોને પ્રાથમિકતા આપી સત્‍વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરી

ખેડા જિલ્‍લાના તમામ ગામોને આવરી લઇ પ્રાથમિક સુવિધાથી માંડી વિકાસલક્ષી કાર્યો માટે જિલ્‍લા આયોજન મંડળની વિવિધ યોજનાઓ છે. જિલ્‍લામાં આયોજનની વિવિધ યોજનાઓ અંતર્ગત ગત વર્ષે થયેલા કામો તથા બાકી રહેતા કામો અને કામ ચાલુ હોય તેવા કામોની સમીક્ષા કરવા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી હતી. જિલ્‍લા આયોજન મંડળની આ બેઠકમાં જિલ્‍લા કલેક્ટરે લોકોના પ્રાથમિક સુવિધાના કામોને અગ્રીમતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ગત વર્ષથી કોરોનાની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ વિલંબમાં પડેલ કામો હાથ પર લઇ આયોજન હેઠળ વિકાસ કામોની ગ્રાન્‍ટનું સમયબધ્‍ધ આયોજન કરી ગ્રામ્‍ય, તાલુકા અને નગરના વિકાસનાં કામો પૂર્ણ કરવા તાલુકા અને જિલ્‍લાના અધિકારીઓને સુચના આપી છે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તથા જિલ્‍લાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...