તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારની છુટછાટ:ખેડા જિલ્લામાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટની અને ઘરમાં માત્ર 2 ફુટની ગણેશ મુર્તિનું સ્થાપન કરી શકાશે

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે

સમગ્ર રાજ્ય કોરોના મુક્ત તરફ કંકુ પગલા કરી રહ્યું છે. ત્યારે શ્રાવણ માસથી વિવિધ તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નજીકમાં આવાતા ગણેશ ઉત્સવ મહોત્સવને લઈને જીલ્લા વહીવટી તંત્રએ આ તહેવારમાં ગત વર્ષ કરતાં આ વખતે થોડી છુટછાટ આપી છે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટની જ્યારે ઘરમાં માત્ર 2 ફુટની ગણેશ મુર્તિનું સ્થાપન કરી શકાશે.

ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ આ અંગે એક જાહેરનામું બહાર પાડી જણાવે છે કે આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી જીલ્લામાં ગણેશ મહોત્સવ યોજનાર છે. જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટની જ્યારે ઘરમાં માત્ર 2 ફુટની ગણેશ મુર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ -મંડપ શક્ય હોય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્રારા પંડાલ - મંડપમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાથે સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પુજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક-સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરવામા આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામા આવે તે વધારે હિતાવહ છે. સ્થાનિક સત્તા મંડળ દ્રારા બનાવવામાં આવેલ નજીકના કુત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક સત્તા મંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કુત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઇ એક જ સ્થળે ભીડ એકઠી થાય નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ -51 થી 60 તેમજ ઇન્ડિન પિનલ કોડની કલમ -188,ધી એપેડેમિક ડિસિસ એક્ટ-1897, ધી ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ 19 રેગ્યુલેશન-2020ની જોગવાઇઓ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી અને કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકુત કરવામા આવ્યા છે. આવનાર સમયમાં કોરોનાની ત્રીજી લહેર પ્રસરે નહી તે હેતુથી આ એસોપીનું પાલન કરવા જીલ્લા વાસીઓને જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...