તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારી:ખેડા જિલ્લામાં 99 શિક્ષકોની પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી, નિમણુંક પત્રો એનાયત કરાયા

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષક રાજેશ પરમાર અને શિક્ષિકા સ્નેહા પટેલ - Divya Bhaskar
શિક્ષક રાજેશ પરમાર અને શિક્ષિકા સ્નેહા પટેલ
  • શિક્ષકોની ભરતી થતા અમને ખુબ આનંદ થયો : રાજેશ પરમાર (શિક્ષક)
  • કોરોનાની મહામારીમાં રોજગારી મળવાથી ખુબ જ આનંદ થયો છે : સ્નેહા પટેલ (શિક્ષિકા)

ગુજરાત રાજ્યમાં ઉચ્‍ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની પારદર્શક પ્રક્રિયાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ભરતીની જાહેરાત બાદ 23,522 અરજીઓ આવી હતી. જેમાંથી 2938 શિક્ષકોને ગતરોજ અલગ-અલગ જિલ્લાઓમાં નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

સંસ્ક્રુત વિષયના શિક્ષક તરીકે નિમણુક આપવામાં આવી

ખેડા જિલ્લામાં 99 શિક્ષકોની પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી હતી. સિલેક્ટ થયેલા નવનિયુક્ત શિક્ષકે પોતાનો પ્રતિભાવ આપતા રાજેશ પરમારે જણાવ્યું હતુ કે, ઉચ્ચતર માધ્યમિકમાં જે ભરતી થયેલી છે. તેમાં મને સંસ્ક્રુત વિષયના શિક્ષક તરીકે નિમણુક આપવામાં આવી છે. આ કાર્યક્રમ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો. આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખેડા જિલ્લામાં 99 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં મારી પણ પસંદગી થઇ છે. પ્રામાણીકતાપુર્વક ભરતી પસંદગી કરવા બદલ સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને મને નોકરી મળવાથી હું અને મારા કુટુંબીજનોમાં પણ ખુબ જ આનંદ છે.

અમે સંચાલકોનો દિલથી આભાર માનીએ છીએ

અન્ય નવનિયુક્ત શિક્ષકા સ્નેહા પટેલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યુ કે, આ કોરોનાની પરિસ્થિતિમાં આપણે અહી ઉપસ્થિત છીએ એ જ આપણા માટે મોટી વાત છે. તેમજ અહી આવેલા શિક્ષકો જે ભરતીમાં પસંદગી પામેલા સૌ લોકો હર્ષની લાગણી અનુભવે છે. આ પ્રક્રિયા સમયસર થનારી પારદર્શક પ્રક્રિયા છે. ઉપરાંત આપણે અને આપણી ટીમે જે અથાગ પ્રયત્ન કરીને જે સંઘર્ષ કર્યો છે તેમાં આશાનું કિરણ ઉગ્યુ છે. તેથી અમે સંચાલકોનો દિલથી આભાર માનીએ છીએ અને રાજ્ય સરકારનો પણ અમે આભાર માનીએ છીએ. અત્રે ખાસ કરીને જણાવવાનું કે, આ કોરોનાની મહામારીમાં અમને નોકરી મળવાથી કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઇશું તેનો આનંદ છે.

અન્ય સમાચારો પણ છે...