તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, 48 Orphans Got The Benefit Of Mukhyamantri Bal Seva Yojana, And 102 Children With One Guardian Are Eligible To Get The Benefit.

લાભ:ખેડા જિલ્લામાં 48 અનાથ બાળકોએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવ્યો, 102 એક વાલી વાળા બાળકોને લાભ મળવા પાત્ર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાથ બાળકોમાં સૌથી વધુ ઠાસરા તાલુકામાંથી આ યોજનાનો લાભ મેળવ્યો
  • એક વાલી વાળા બાળકોમાં સૌથી વધુ કપડવંજ તાલુકામાંથી આ યોજનાનો લાભ અપાશે
  • કોરોના સમયમાં એટલે કે માર્ચ 2020થી આકસ્મિક, એક્સિડેન્લ કે અન્ય કોઈ પણ રીતે મૃત્યુ પામેલા વાલીના બાળકોને લાભ આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે

કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી સૌ કોઈ પસાર થઈ માંડ માંડ બહાર આવ્યા છે. રાજ્ય સરકારે પણ આ કપરી પરિસ્થિતિમાં સૌ કોઇને લાભ મળે તેવા આશયથી સતત લોકોના પડખે કામ કરી વિવિધ યોજનાઓ ઘઢી અમલવારી કરી છે. તેમાંની એક યોજના એટલે મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ખેડા જિલ્લામાં આ યોજના અંતર્ગત અત્યાર સુધી 48 અનાથ બાળકોએ લાભ મેળવ્યો છે. તથા 102 એક વાલી વાળા બાળકોએ લાભ મેળવવા પાત્ર છે. માર્ચ 2020 પછી કોઈ પણ રીતે મૃત્યુ પામેલા વાલીને તેમના બાળકોને સીધો લાભ મળી શકે તે હેતુથી આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે બાળકના માતા પિતાનુ અવસાન કોરોનાને કારણે થયેલ હોય તે જરૂરી નથી. આ રાજ્ય સરકારની યોજનામાં અનાથ બનેલ બાળકો માટે બે પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં (1) જે બાળકોના માતા-પિતાનું માર્ચ-૨૦૨૦ પછી અવસાન થયેલ હોય અને બાળક અનાથ થયેલ હોય અને (2) માતા પિતા પૈકી કોઇ એકનુ કોરોના મહામારીના સમયગાળા પહેલા અવસાન થયેલ હોય અને બીજાનુ કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન અવસાન થયેલ હોય ને બાળક અનાથ થયેલ હોય તો તેવા 0 થી 21 વર્ષની વય જુથમાં આવતા બાળકોને અભ્યાસ કરવાની શરતે માસિક રૂપિયા 4 હજારની સહાય આ યોજના અંતર્ગત મળે છે.

તેમજ જે બાળકોના માતા પિતા પૈકી કોઇ એક વાલીનુ કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન અવસાન થયેલ હોય ને બાળક એક વાલીવાળુ થયેલ હોય તો આવા 0થી 18 વર્ષની વયજુથમાં આવતા બાળકોને અભ્યાસ કરવાની શરતે માસિક રૂપિયા 2 હજારની સહાય આ યોજના અંતર્ગત મળે છે.

ખેડા જિલ્લામાં હાલમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના સમયગાળા દરમ્યાન જે બાળકોના માતા પિતા અવસાન પામેલ છે તેવા 48 બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવેલો છે. જેઓને અભ્યાસ ચાલુ રાખવાની શરતે માસિક રૂપિયા 4 હજારની સહાય આપવામાં આવે છે.

તેમજ એક વાલીવાળા બાળકો માટેની મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ખેડા જિલ્લાના 102 બાળકોને માસિક રૂપિયા 2 હજાર લેખે સહાય બાળક 18 વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવાની શરતે લાભ આપવામાં આવનાર છે. જે 102 લાભાર્થી બાળકોના બેંક ખાતામાં ડી.બી.ટી મારફતે સહાય જમાં થઇ જશે. તેમજ આવા વધું બાળકોને જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ધ્વારા લાભ આપવાની કામગીરી કરવામાં આવે છે.

ખેડા જિલ્લામાં આ યોજનામાં લાભાર્થીઓની તાલુકા દિઠ આંકડાકીય માહિતી

કપડવંજ
કપડવંજ તાલુકામાંથી આ યોજના અંતર્ગત 4 અનાથ બાળકોએ અને 59 એક વાલી વાળા બાળકોએ

કઠલાલ
કઠલાલ તાલુકામાંથી આ યોજના અંતર્ગત 11 અનાથ બાળકોએ અને 1 એક વાલી વાળા બાળકે

નડિયાદ
નડિયાદ તાલુકામાંથી આ યોજના અંતર્ગત 7 અનાથ બાળકોએ અને 21 એક વાલી વાળા બાળકોએ

ઠાસરા
ઠાસરા તાલુકામાંથી આ યોજના અંતર્ગત 14 અનાથ બાળકોએ અને 3 એક વાલી વાળા બાળકોએ

વસો
વસો તાલુકામાંથી આ યોજના અંતર્ગત 1 અનાથ બાળકે અને 7 એક વાલી વાળા બાળકોએ

મહેમદાવાદ
મહેમદાવાદ તાલુકામાંથી આ યોજના અંતર્ગત 1 અનાથ બાળકે અને 9 એક વાલી વાળા બાળકોએ

ખેડા
ખેડા તાલુકામાંથી આ યોજના અંતર્ગત 1 અનાથ બાળકે અને 2 એક વાલી વાળા બાળકોએ

ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકામાંથી આ યોજના અંતર્ગત 1 અનાથ બાળકે અને એક વાલી વાળા બાળકોની સંખ્‍યામાં નીલ રીપોર્ટ છે.

મહુધા
મહુધા તાલુકામાંથી આ યોજના અંતર્ગત 8 અનાથ બાળકે અને એક વાલી વાળા બાળકોની સંખ્‍યામાં નીલ રીપોર્ટ છે.

માતર
જ્યારે માતર તાલુકામાં આ યોજના અંતર્ગત કોઈ બાળકોએ લાભ લીધો ન હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...