તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, 36 Children Got The Benefit Of The Scheme On Behalf Of The Children Who Became Orphans During The Koro Period

રાહત:ખેડા જિલ્લામાં કોરોના કાળમાં અનાથ બનેલા બાળકોના વ્હારે આવી સરકાર, 36 બાળકોને યોજનાનો લાભ મળ્યો

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું ઓનલાઇન પેમેન્ટ લોંન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો
  • કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં લાભ આ૫વામાં આવ્યો

ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના મહામારી દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ 36 બાળકોને 18 વર્ષ પૂર્ણ કરશે ત્યાં સુઘી અને અભ્યાસ ચાલુ હોવાની શરતે આ યોજનાનો લાભ આ૫વામાં આવ્યો છે. ગતરોજ રોજ તમામ બાળકોને કીટ વિતરણ અને યોજના મંજુરીના આદેશો એનાયત કરવામાં આવ્યા હતા.

આ યોજનાના લોંન્ચીંગ કાર્યક્રમ ખેડા જિલ્લામાં કલેકટર કચેરી, વિડિયો કોન્ફરન્સ હોલમાં કલેકટર કે.એલ.બચાણી, નિવાસી અઘિક કલેકટર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશ રાવ, જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તથા યોજનાના 10 લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

કોરોના મહામારીમાં માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવનાર બાળકોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના સમાજ સુરક્ષા અને ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી, ગાંઘીનગર દ્વારા માસીક રૂપિયા 4 હજારની સહાય આ૫વા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ઓનલાઇન પેમેન્ટ લોંન્ચીંગ કાર્યક્રમ તાજેતરમાં મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના મંત્રી ઇશ્વરભાઇ ૫રમાર, સમાજ સુરક્ષા નિયામક ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કોરોના સમયગાળા દરમિયાન ખેડા જિલ્લના જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા અનાથ થયેલ બાળકોએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, સરદાર ૫ટેલ, ભવન, ગ્રાઉન્ડ ફલોર, રૂમ નં.20/સી, નડિયાદ, જિ.ખેડાનો સં૫ર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...