તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે વધુ 28 કેસ નોંધાયા, MGVCLના 25 કર્મી કોરોના સંક્રમિત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • નડિયાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જે સ્થિતિ ગઈકાલે હતી તેજ સ્થિતિ આજે જ છે. ધીમે ધીમે કોરોનાએ સમગ્ર જિલ્લામાં પગ પેસારો કર્યો છે. ત્યારે આજે વધુ 28 કેસો સામે આવ્યા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. ત્યારે આજે વધુ 28 કેસો નોંધાયા છે. જેમાં નડિયાદમાં સૌથી વધુ પ્રમાણમાં કેસો સામે આવ્યા છે. આંકડાકીય માહિતી જોઈએ તો ગત રોજ જીલ્લામાં 27 કેસો નોંધાયા હતા. ત્યારે આજે આ આંકમાં એક આંક ઉમેરાઈ 28 કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં વિગતવાર વાત કરીએ તો નડિયાદમાં 17, મહેમદાવાદમાં 3, વસો, માતર, મહુધામાં 2-2, ખેડા અને કઠલાલમાં 1-1, કેસો નોંધાયા છે.

તો બીજી તરફ નડીઆદ એમજીવીસીલ ડિવિઝનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થતાં ફફડાટ ફેલાયો છે. આ ડિવિઝનમાં ફરજ બજાવતા આશરે 25 જેટલા કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...