તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 21 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 159 થઈ

નડિયાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • આજે જિલ્લામાં 10963 લોકોને રસી આપવામા આવી

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 21 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 3985 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદ શહેરમાં 10, ઠાસરા 4, ખેડા 2, વસો 2, મહેમદાવાદ 1, કપડવંજ 1, મહુધા 1 મળી કુલ 21 નોંધાયા છે. મહત્વની બાબત એ છે કે તંત્ર દ્વારા મૃત્યુ આંક બહાર નહી પાડતા શંકાની સોઈ તંત્ર સામે ચિંધાઈ રહી છે.

કોરોનાના કહેર વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં 775 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 70477 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં 64846 લોકોના નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. જ્યારે 3985 લોકોના અત્યાર સુધી પોઝેટીવ નોંધાયા છે. હાલ એક્ટીવ કેસોની વાત કરવામ આવે તો સમગ્ર જિલ્લામાં કુલ 159 કેસો એક્ટીવ છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2,46425 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે સમગ્ર જિલ્લામાં 246 સેશનમાં યોજાયેલ રસીકરણમાં 10963 લોકોને રસી આપવામા આવી છે.

વડતાલ મંદિર સોમવારથી ભોજનાલય અને ઊતારા બંધ રહેશે
ખેડા જીલ્લામાં સંક્રમણ વધતા યાત્રાધામ વડતાલ મંદિરે મહત્વનો નિર્ણય લીધો છે. તા. 5/4/2021 થી 15/4/2021 સુધી ભોજનાલય અને ઉતારા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી દર્શનાર્થીઓને હમણાં ન આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રીજીના દર્શન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19ની ગાઈડલાઈન સાથે ચાલુ રાખવામાં આવેલ છે. મંદિર પ્રશાસનને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો