તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના 2 કેસ સામે આવ્યા, એક્ટીવ કેસોની સંખ્યા 29 એ પહોંચી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લામાં 66 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 6,210 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. દૈનિક કેસોની વાત કરવામાં આવે તો આજે વધુ 2 કેસનો વધારો થયો છે. જેથી કુલ એક્ટીવ કેસોની સંખ્યા 29 એ પહોંચી છે. જિલ્લામાં આજે જે નવા કેસ નોંધાયા તેમાં નડિયાદ 1 અને કપડવંજમાંથી 1 કેસો મળી આવ્યા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10,401 એ પહોંચી ચૂક્યો છે.

774 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા

આજે સમગ્ર જિલ્લામાં કુલ 774 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 1,48,909 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 1,37,734 લોકોના નેગેટિવ અને 10,401 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 774 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. જિલ્લામાં આજે 66 સેશનમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં 6,210 લોકોને રસી અપાઈ છે. જે સાથે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી 7,16,544 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...