તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે વધુ 199 પોઝિટિવ કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર પહોંચી

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં ત્રણ હજાર 774 લોકોને રસી આપવામા આવી
 • સરકાર દ્વારા ખેડા જિલ્લામાં વધુ એક 108 એમ્બ્યુલન્સ ફળવાઈ

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 199 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક છ હજાર 459 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદમાં 134, વસોમાં 19, માતરમાં 13, મહેમદાવાદમાં આઠ, કપડવંજમાં સાત, ઠાસરામાં સાત, મહુધામાં ચાર, કઠલાલમાં ત્રણ, ખેડામાં ત્રણ અને ગળતેશ્ર્વરમાં એક મળી કુલ 199 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 661 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 96 હજાર 112 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 85 હજાર 284 લોકોના નેગેટિવ અને છ હજાર 459 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 1133 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજે 100 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં ત્રણ હજાર 774 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં 39,0189 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 153, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 48, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 151, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 36, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 12, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 30, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 18, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 14, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 20, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 4, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 1, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 14, સી. સી. સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 22, સી.સી. સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 4, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 8, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 4, ડી. એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી 5, પામ ગ્રીન ક્લબ ગોઠાજમાં દાખલ દર્દી 7, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 220, હોમ આઇસોલેશન 305 દર્દીઓ મળી કુલ 1076 એક્ટિવ કેસ છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લામાં વધુ એક 108 એમ્બ્યુલન્સ ફળવાઈ

કોવિડની મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓમાં કુલ 150 જેટલી વધુ 108 એમ્બ્યુલન્સો ફાળવી છે. જેમાં ખેડા જિલ્‍લામાં પણ વધુ એક ઓક્સિજન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અપાઈ છે. સમગ્ર જિલ્લામાં હવે 108 એમ્બ્યુલન્સો ખુટી પડી છે. તેવામાં રાજ્ય સરકારે વધુ એક 108 એમ્બ્યુલન્સ ખેડા જિલ્લા ખાતે ફાળવી છે. જે બાદ સમગ્ર જિલ્લામાં 17 એમ્બ્યુલન્સો કાર્યરત છે. શનિવારે નડિયાદ સ્થિત જિલ્લા સાસંદ સુવિધા કેન્દ્ર ખાતે ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણે આ નવી ફળવાયેલી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રજાની સેવા માટે કાર્યરત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો