તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના આજે વધુ 182 કેસ નોંઘાતા એક્ટિવ કેસની સંખ્યા એક હજારની પાર પહોંચી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજમાં વધુ એક સપ્તાહ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું
  • સમગ્ર જિલ્લામાં આજે રસીકરણનો નીલ રીપોર્ટ

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 182 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક છ હજાર 641એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં નડિયાદમાં 109, મહુધામાં 26, ખેડામાં 15, વસોમાં નવ, માતરમાં નવ, મહેમદાવાદમાં આઠ, કપડવંજમાં ચાર અને ઠાસરામાં બે મળી કુલ 182 કેસ એક જ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 517 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 97 હજાર 113 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 86 હજાર 255 લોકોના નેગેટિવ અને છ હજાર 641 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 963 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં આજે રસીકરણનો નીલ રીપોર્ટ

ખેડા જિલ્લામાં કોરોનાના કેસ ચરમ સીમાએ છે. ત્યારે બીજી બાજુ આજે કોવિડ સેન્ટરમાંથી મળેલા રીપોર્ટમાં રસીકરણ નીલ દર્શાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી તંત્ર રસીના જથ્થાને લઈ આંખ આડા કાન કરી રહી છે. ત્યારે આજે રવિવારે સમગ્ર જિલ્લામાં ક્યાં પણ રસીના ડોઝ આપવામાં આવ્યા નથી ગતરોજ 100 સેશનમાં યોજાયેલ રસીકરણમાં ત્રણ હજાર 774 લોકોને રસી અપાઈ હતી. જે બાદ આજ દિન સુધી 39, 0189 લોકોનું રસીકરણ થયું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 145, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 43, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 155, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 36, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 12, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 30, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 18, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 14, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 24, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 8, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 1, સી.સી.સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 12, સી.સી.સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 22, સી.સી. સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 4, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 10, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 5, ડી. એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી બે, પામ ગ્રીન ક્લબ ગોઠાજમાં દાખલ દર્દી નવ, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 220, હોમ આઇસોલેશન 316 દર્દીઓ મળી કુલ 1086 એક્ટીવ કેસ છે.

કપડવંજમાં વધુ એક સપ્તાહ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

કપડવંજમાં કેસનો રાફડો ફાટી નીકળતાં વધુ એક સપ્તાહ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આવતીકાલે લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થતાં વધુ સાત દિવસ એટલે કે નવ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. સાથે સાથે દૂધ ફળફળાદી, શાકભાજીની લારીઓ, અનાજ દળવાની ઘંટીઓ સવારે સાતથી 11 અને ફક્ત દૂધની દુકાનો સાંજે પાંચથી સાત સુધી ખુલ્લી રાખી શકાશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો