તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 16 કેસ નોંધાયા

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 195 પર પહોંચી
  • આજે 7165 લોકોને રસી આપવામા આવી

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 16 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10320 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદ 9, કઠલાલ 3, ઠાસરા 2, મહુધા 1 અને માતર 1 મળી કુલ 16 કેસનો વધારો થયો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 1038 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 134813 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 123261 લોકોના નેગેટિવ અને 10320 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1232 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 7,165 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલ રસીકરણમાં 3,829 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં 5,74,465 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...