તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના આજે 16 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 266એ પહોંચી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં પાંચ હજાર 697 લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 16 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10 હજાર 251એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદમાં 16, કઠલાલમાં 04, કપડવંજમાં 03, મહુધામાં 02 અને ઠાસરા 02 મળી કુલ 16 કેસ એક જ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 1167 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ એક લાખ 29 હજાર 819 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં એક લાખ 18 હજાર 391 લોકોના નેગેટિવ અને 10251 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 1177 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં પાંચ હજાર 697 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલ રસીકરણમાં ચાર હજાર 359 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં પાંચ લાખ 21 હજાર 789 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 45, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 02, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 45, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 07, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 02, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 18, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 06 અને સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ આઠ દર્દી સારવાર લઇ રહ્યાં છે.

તો સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 05, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 0, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 0, સારવાર આરોગ્ય કેન્દ્ર હલધરવાસમાં દાખલ દર્દી 05, સારવાર આરોગ્ય કેન્દ્ર આખડોલમાં દાખલ દર્દી 01, સારવાર આરોગ્ય કેન્દ્ર લસુન્દ્રાંમાં દાખલ દર્દી 01, સેવાલીયા સારવાર આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દી 10, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 04, સી.સી.સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 01, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 03, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 06 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 29, હોમ આઇસોલેશન 68 દર્દીઓ મળી કુલ 266 એક્ટિવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...