તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે કોરોનાના 10 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 172 પર પહોંચી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સમગ્ર જિલ્લામાં 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં આઠ હજારથી વધું લોકોને રસી અપાઈ

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 10 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10 હજાર 330એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદમાં 03, કપડવંજમાં 02, ઠાસરામાં 02, ગળતેશ્વરમાં 01, મહેમદાવાદમાં 01 અને માતરમાં 01 મળી કુલ 10 કેસનો વધારો થયો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 936 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ એક લાખ 35 હજાર 749 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં એક લાખ 24 હજાર 483 લોકોના નેગેટિવ અને 10 હજાર 330 લોકોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે 936 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે 65 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં આઠ હજાર 149 લોકોને રસી અપાઈ છે. જે પૈકી 18+ના લોકો માટે 25 સેશનમાં યોજાયેલા રસીકરણમાં ચાર હજાર લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં પાંચ લાખ 82 હજાર 614 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...