તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:વડતાલ મંદિરના સંતો દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ, પ્રવૃત્તિઓ નીહાળી સંતો પ્રભાવીત થયા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગરમ ધાબળાનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું - Divya Bhaskar
ગરમ ધાબળાનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું

ધર્મની સાથે સાથે જનસેવા કરીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા પથ પર ચાલી સેવાયજ્ઞ કરતાં વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઠંડીને પગલે ગરમ ધાબળાનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું હતું. માત્ર નડિયાદ કે ખેડા જિલ્લામાં જ નહીં પણ આણંદ અને વડોદરા સુધી આ સેવાયજ્ઞની સુવાસ પ્રસરી હતી. વડતાલના શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાન દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે જનહિતની પ્રવૃત્તિઓ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને પણ શિક્ષાપત્રીના નિયમો મુજબ પ્રાધાન્ય આપવામાં આવે છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરીયાતમંદોને, ફુટપાથ ઉપર સુતેલા દરીદ્રનારાયણોને,વિવિધ સંસ્થાઓને તથા દિવ્યાંગ બાળકોને,શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘનશ્યામભાઈ શીવાભાઈ પટેલ (ખાંધલીવાળા) ના સૌજન્યથી 1 હજાર ઉપરાંત ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદની સંતરામ કન્યા છાત્રાલય, હિન્દુ અનાથ આશ્રમ, પીજ જલારામ વૃધ્ધાશ્રમ, પેટલાદ લક્કડપુરા બી.આઇ.પટેલ અને કુ.પાયલ પટેલ વૃધ્ધાશ્રમ, કરમસદ જલારામબાપા વિસામો, આણંદ જાગૃત્ત મહિલા સંગઠન વગેરે સંસ્થાઓમાં સેવાયજ્ઞ કર્યો હતો.

આ ઉપરાંત આણંદ, વડોદરા અને પેટલાદની ફુટપાથ ઉપર ખુલ્લામાં આશ્રય લેતા નીરાધાર દરીદ્રનારાયણોને 7૦૦ ઉપરાંત ગરમ ધાબળા ઓઢાડી હુંફ પુરી પાડી હતી. વડતાલ મંદિર દ્વારા નડિયાદ પીજ ભાગોળમાં આવેલી મૈત્રી સંસ્થાના 65 થી વધુ બાળકોને ગરમ ધાબળા ડો.સંતસ્વામી, શ્યામસ્વામી, વડતાલ મંદિરના ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામ ભગત, સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી. ડો.સંતસ્વામી અને સંત મંડળ મૈત્રી સંસ્થાના બાળકોની વિવિધ કલાપ્રવૃત્તિઓ નીહાળી ભાવવિભોર થયા હતા. સંસ્થાના સંચાલક દ્વારા સંતોનું શાબ્દીક અભિવાદન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો