તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વડતાલ-ગઢડા મંદિર દ્વારા 10 હજાર કિલો શાકભાજીનું વિતરણ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં લોકોને રાહત કીટ આપી હુંફ પુરી પાડવામાં આવી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ અને ગઢડા મંદિર દ્વારા તાઈ તે અસરગ્રસ્તોને ૧૦ હજાર કીલો શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર અને સમાજસેવી સંસ્થાઓના પ્રયાસોથી તાઊતે અસરગ્રસ્ત વિસ્તારમાં જન જીવન થાળે પડતું જાય છે. યુદ્ધના ધોરણે સરકારી કામગિરિ અને સેવાઓ થઈ રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બે પ્રસિદ્ધ મંદિરો પણ જોડાયા હતા. ગઢડા મંદિર દ્વારા રાશન કીટ અને વડતાલ મંદિર દ્વારા શાકભાજીની કીટોની વ્યવસ્થા કરી હતી.

ગઢપુર મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ રાજુલા, સાવરકુંડલા તાલુકાના અને મહુઆ ડિસ્ટ્રીકટના અસરગ્રસ્ત ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈને જે તે વિસ્તારની તાતી જરૂરીયાતનુ લીસ્ટ કર્યુ હતું. અને વડતાલ મંદિર દ્વારા આસપાસના વિસ્તારમાંથી લઈને શાકભાજીની કીટો તૈયાર કરી હતી અને શ્યામવલ્લભ સ્વામી- વડતાલ અને પ્રિયદર્શન સ્વામી- પીજ આ સેવામાં જોડાયા હતા. બાઢડા- મેરિયાણા- વિજપડી- ઘાંડલા- ધારેશ્વર- રાજુલા- ભેરાઇ- વગેરે ગામડાઓમાં લોકોને રાહત કીટ આપી હુંફ પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...