તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તકરાર:નડિયાદમાં શ્વાનને પથ્થર મારવાને બાબતે તકરાર

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દત્તાત્રય સોસાયટીમાં રહેતા વીરૂબેન અનવરભાઇ મહિડાની ઘરેથી નીકળ્યા તે સમયે માર્ગ પરના શ્વાન તેમને ફરી વળતાં, શ્વાનને ભગાડવા માટે પ્રકાશભાઇ રાઠોડે પથ્થર માર્યો હતો. જે પથ્થર શ્વાનને વાગીને નજીકમાં રહેતા ગુલામમુસ્તુફાના ઘર નીચે આવેલી દુકાનના શટર સાથે અથડાયો હતો. જેને લઇને ગુલામમુસ્તુફાએ પ્રકાશભાઇ સાથે ઝઘડો કરીને તેમને માર મારવા લાગતાં, વિરૂબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા. જેથી તેઓને માથામાં પથ્થર મારી દીધો હતો. અમારૂ નામ લેશો તો પુરા કરી નાખીશું તેવી ધમકી આપી, મીતને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ઝરીનાબેનની ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો. સામે પક્ષે નીદાફાતિમા મોમિનની ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો