વિવાદનો અંત:નડિયાદમાં નોલેજ સ્કૂલમાં અલાયદો ખંડનો વિવાદ સમેટાયો, હિંદુ સંગઠનોએ રજૂઆત કરતા સ્કૂલ સંચાલકોએ બાહેંધરી આપી મામલો થાળે પાડ્યો

નડિયાદ6 મહિનો પહેલા
  • એક પ્રકારના ધર્મ વિશેના અલાયદો ખંડ આપવા બાબતે સ્કૂલ વિવાદોમાં સપડાઈ હતી
  • યુવા હિંદુ ધર્મ પ્રેમી સંગઠનોએ સ્કૂલ બહાર હનુમાન ચાલીસાનું પઠન કરી સ્કૂલ સંચાલકને રજૂઆત કરી હતી

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલી શૈક્ષણિક સંસ્થા એવી નોલેજ સ્કૂલ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં સપડાયેલી છે. આ સ્કૂલમા એક પ્રકારના ધર્મ વિશેના અલાયદો ખંડ આપવામાં આવતો હોવાની વાતનો મુદ્દો બન્યો હતો. જે મામલે સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં યુવા હિંદુ ધર્મ પ્રેમી સંગઠનો દ્વારા આજે સ્કૂલ બહાર હનુમાન ચાલીસાનું પઠન કરી સ્કૂલ સંચાલકને રજૂઆત કરી હતી. જેને લઈ સ્કૂલ સંચાલકે આ બાબતે સંપૂર્ણ બાંહેધરી આપતા અંતે મામલો થાળે પડયો છે.

નડિયાદમાં કોલેજ રોડ ઉપર આવેલી નોલેજ સ્કૂલ છેલ્લા કેટલાય દિવસોથી વિવાદોમાં સપડાય છે. શાળામાં એક પ્રકારના ધર્મ વિશેના અલાયદો ખંડ આપવા બાબતે ચર્ચા અને વિવાદોમાં સપડાઈ હતી. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. વાલી અને સ્કૂલ સંચાલકની વાતનો ઓડિયો નડિયાદ શહેરમા વાઇરલ થતાં વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. જોકે, શાળા સંચાલકોએ કોઈ કુદરતી સંજોગોને લઈ ભૂતકાળમાં આવું બન્યું હશે તેમ જણાવી વાતનો સ્વીકાર કર્યો હતો.

આ સમગ્ર મામલે આજે શુક્રવારે યુવા હિન્દુ ધર્મ પ્રેમી સંગઠનો સ્કૂલ બહાર એકઠા થયા હતા અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. અગાઉથી જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તૈનાત હતો. યુવા હિંદુ ધર્મ પ્રેમી સંગઠને સ્કૂલ સંચાલકને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે જ્યારે સ્કૂલ સંચાલકોએ ભવિષ્યમા આમ ન થાય તે માટે બાહેધરી આપતા અંતે મામલો થાળે પડયો છે અને સમગ્ર મુદ્દો સમેટાયો છે.

અન્ય સમાચારો પણ છે...