તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ તાલુકાના હાથજ ગામમાં ખેતરના શેઢા પરથી આવવા જવાને લઇને બે પરિવારો વચ્ચે તકરાર થઇ હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાથજ ગામમાં રહેતા વિક્રમભાઇ ભલાભાઇ ઝાલાને તેમના કાકા મનુભાઇ ઝાલા સાથે ખેતરમાં શેઢા ઉપર થઇ આવવા જવાને લઇને છેલ્લા વિસેક વર્ષથી તકરાર ચાલે છે. સોમવારે ફરીથી શેઢા પરથી અવરજવરને લઇને તકરાર થયા બાદ મનુ બુધાભાઇ ઝાલા, મધુબેન મનુભાઇ ઝાલા, શિલ્પા મનુભાઇ ઝાલા તથા શકુબેન મનુભાઇ ઝાલાએ વિક્રમભાઇને લાકડી અને ગડદાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સામેપક્ષે ઉર્મિલાબેન ઉર્ફે શકુબેન મનુભાઇ ઝાલાની ફરિયાદના આધારે રૂરલ પોલીસે વિક્રમ ભલાભાઇ ઝાલા, કાજલ વિક્રમભાઇ ઝાલા તથા લીલાબેન ભલાભાઇ ઝાલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બન્ને બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ચાર મહિલા સહિત આઠ જણા સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.