તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકરાર:મહેમદાવાદના વરસોલામાં ખાડો ખોદવાને લઇને તકરાર

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી તેમજ નરાશથી માર માર્યો
 • પોલીસે 4 સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

મહેમદાવાદના વરસોલામાં ખેતરમાં પડેલો ખાડો પુરવાને લઇને 4 શખ્સો દ્વારા વૃધ્ધને માર મારવામાં આવતાં આ મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેમદાવાદના વરસોલામાં રહેતા શાંતિભાઇ ધુળાભાઇ પટેલ (ઉ.વ.74) પોતાના પુત્ર ભાવેશ શાંતિભાઇ પટેલ તથા ભાઇલાલભાઇ ભગાભાઇ ચૌહાણ સાથે તેમના ખેતરમાં ગયા હતા. આ સમયે બાજુના ખેતરવાળા મુકેશ રાવજીભાઇ પટેલ, મિન્ટેશ ભૂપેન્દ્રભાઇ પટેલ, ભૂપેન્દ્ર રાવજીભાઇ પટેલ તથા જસ્મિન ભૂપેન્દ્રભાઇ પટેલ ત્યાં આવ્યા હતા,

અને બંને ખેતરની વચ્ચેના રસ્તા ઉપર પાણી જવા માટે ઉંદરીયું પડેલ હોવાથી ખોદેલો ખાડો પુરવાની કામગીરી કરી રહેલા શાંતિભાઇ અને તેમના પુત્ર સાથે તકરાર કરી હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી તેમજ નરાશથી માર માર્યો હતો. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસથી અન્ય લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત શાંતિભાઇને તુરંતજ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો