નડિયાદના પોશ વિસ્તાર વાણિયાવડ સર્કલ પર નગરપાલિકા સંચાલિત શ્રી કોમ્પલેક્ષની દુકાનો પાલિકા દ્વારા ભાડે આપવામાં આવી છે. જોકે કોઇ માથાભારે ઇસમો દ્વારા કોમ્પલેક્ષનું કોમન શૌચાલય બંધ કરી તાળુ મારી દેતા દુકાનદારો માટે મુશ્કેલી ઉભી થઈ છે.
નગરપાલિકા સંચાલિત શ્રી કોમ્પલેક્ષમાં ભાડુઆતો એ દુકાનો લીધી ત્યારે નગરપાલિકા દ્વારા શૌચાલયની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ બાદમાં કોઈ વ્યક્તિ દ્વારા શૌચાલયનું શટર પાડી દેવાયું છે, તેમજ અંદરથી સફેદ ચાદર ઢાંકી દેવાઈ છે. જેના કારણે અહીં શૌચાલય છે, તેવું બહારથી દેખાય જ નહીં. શૌચાલયના અભાવે દુકાનદારોને ઇમરજન્સીમાં અહી તહી ભટકવાનો વારો આવે છે, ખાસ કરીને એવી મહિલાઓ કે જે દુકાન સંભાળતી હોય છે, તેઓને વિશેષ તકલીફ પડી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ શૌચાલય ફરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.