તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ચકલાસીમાં ઝાડ કાપવા મામલે દિયરે ભાભી પર હુમલો કર્યો

નડિયાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નડિયાદ તાલુકાના ચકલાસીના લાખાનગરમાં રહેતાં સુમિત્રાબેન અમરસિંહ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીના ઘર પાસે આંબલીનું ઝાડ આવેલું હોઇ તેની દાઝ રાખી નજીકમાં રહેતાં તેના કુટુમ્બી દીયર ભગવાન જશુભાઇ ચૌહાણે લાકડાના ધોકા સાથે આવી અપશબ્દો બોલી અત્યારે જ આંબલીનું ઝાડ કાપી નાખવાનું કહી ઝઘડો કર્યો હતો.

મામલો વણસી જતાં ભગવાન જશુભાઇ ચૌહાણે ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા વડે હુમલો કરી કપાળના ભાગે ફટકારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત સુમિત્રાબેનને ચકલાસી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યાં હતા. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો