તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ખેડા જિલ્લાના 123 આંગણવાડી કેન્દ્રોના આંગણવાડીની બહેનો દ્વારા વર્ચ્યુઅલી સુપોષણ સંવાદની ઉજવણી કરાઇ

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભા મહિલાઓ સાથે વિડીયો-કોલીંગ મારફતે કાઉન્સીલીંગ-સંપરામર્શ કરવામાં આવ્યું

કોરોનાકાળમાં સર્ગભા બહેનો પૂરતી તકેદારી રાખે જેથી માતા અને આવનાર બાળકનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે સુપોષણ દિવસની ઉજવણી કરાઈ છે. નડિયાદ ઘટક એક હસ્તકની તમામ આંગણવાડી બહેનોએ આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

હાલના કોરોના મહામારીના સમયગાળામાં સૌથી સંવેદનશીલ જુથના લાભાર્થી એ સગર્ભા માતા છે. આથી આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-એક હસ્તકના કુલ-123 આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જૂન-2021 માસના પ્રથમ મંગળવારના રોજ સુપોષણ સંવાદની વર્ચ્યુઅલી (ઓનલાઇન/વિડીયો કોલીંગ) ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થી સગર્ભા મહિલા સાથે વિડીયો-કોલીંગ મારફતે કાઉન્સીલીંગ-સંપરામર્શ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કોવિજડ-19ના સમયગાળા દરમિયાન સગર્ભા માતાએ રાખવાની થતી આરોગ્યલક્ષી કાળજી, પોષણલક્ષી કાળજી, સગર્ભાવસ્થા દરમિયાન જોખમી લક્ષણો, માતૃશકિત ટી.એચ.આર.નો ઉપયોગ બાબતે સમજ તેનજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમ બાળ વિકાસ યોજના, આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-એકના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...