કોઈ પણ રોગનો ઈલાજ મહત્વ બે રીતે થાય છે. એક આર્યુવેદિક અને બીજો એલોપેથીક પદ્ધતિથી થાય છે. હઠીલા રોગોને જળમૂડથી કાઢવા માટે આર્યુવેદિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. આજે ભલે સમય હોય એલોપેથીકનો પણ આર્યુવેદિક ઉપચાર આજે પણ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા હઠીલા રોગોના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં દર્દીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આર્યુવેદિક ઉપચાર કરાવ્યો હતો.
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પરિસરમાં રામદાસજી મહારાજના શુભાશિષ સાથે આ કેમ્પ યોજાયો હતો. મણીબેન ચંદુલાલ પટેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયોજિત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો જે. કે. શેલીયાના માર્ગદર્શન હેઠળ સ્પેશલ આર્યુવેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
આ આયુર્વેદિક કેમ્પમાં આર્યુવેદિક વિભાગના ડોક્ટર નયનભાઇ પટેલ, ડોક્ટર શ્રીદત્ત ત્રિવેદી, ડોક્ટર શ્રદ્ધા ત્રિવેદી, ડોક્ટર કૃપા જોષી, ડોક્ટર શીતલબેન પરમાર, ડો. રમેશ પરમાર, હોમિયોપેથીક વિભાગના ડોક્ટર પ્રફુલ ભાઈ ઉપાધ્યાય, ડોક્ટર હિરેન જોશી તેમજ અનેક તબીબો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં શ્વાસ દમ, શરદી, પેટના રોગ, ચામડીના રોગ, ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી, સાંધાના વા, કમરનો દુખાવો, દાંતના રોગ, બી.પી, ડાયાબિટીસ, હૃદયરોગ, વજન ઘટાડવું જેવા રોગો સામે નિદાન કરવામાં આવ્યું હતું.અહીયા દર્દીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આર્યુવેદિક ઉપચાર કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.