તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નડિયાદના મંજીપુરાના યુવક ઉપર ધારિયાથી હૂમલો કર્યો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંજીપુરા રોડ પર મારામારીના વધી રહેલા બનાવો

નડિયાદ શહેરના મંજીપુરામાં રહેતા યુવક પર એક શખ્સે ધારિયાથી હુમલો કરવાના બનાવમાં હાલમાં યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હાલમાં આ મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, લાંબા સમયથી આ વિસ્તારમાં રાજકીય હુંસાતુંસી ચાલી રહી છે. નડિયાદ શહેરના મંજીપુરા રોડ ઉપર આવેલી નારાયણ નગર સોસાયટીમાં રહેતા કિરણભાઇ કાંતિભાઇ પટેલ ટિફીનનો વ્યવસાય કરે છે. રવિવારે તેમનો પુત્ર પ્રિયસ (ઉ.વ.24) ઘરેથી આધારકાર્ડની ઝેરોક્ષ કઢાવવા નીકળ્યો હતો.

પાંચ જ મિનીટ બાદ તેના મિત્ર રાહુલ ભટ્ટે ફોન કરીને પ્રિયસ પર ધારિયાથી હુમલો થયાની જાણ કરતાં, તેના માતા મીનાબેન સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં પુત્રની હાલત જોઇને તેઓની તબિયત પણ લથડી હતી પ્રાથમિક સારવાર બાદ પ્રિયસને વધુ સારવાર અર્થે શહેરની મહાગુજરાત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જેથી પરિવારજનો તેને રીક્ષામાં લઇને મહાગુજરાત પહોંચ્યા હતા.

પરંતુ ત્યાં કેસ લેવાની ના પાડતાં પરિવારજનો તેને લઇને અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા. જ્યાં હાલમાં પ્રિયસની હાલત ગંભીર છે. તે ભાનમાં આવ્યા બાદ સમગ્ર મામલામાં હુમલાનું કારણ સ્પષ્ટ થશે. જોકે, હાલમાં તો નડિયાદ ટાઉન પોલીસે કિરણભાઇ પટેલની ફરિયાદના આધારે અજીત નરભેરામ સત્તાવત (રહે.પ્રગતિ નગર, એ-4) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં પુત્રની સ્થિતી જોઇને માતાની આંખો સુકાતી નથી. તેઓ બસ પુત્રને ન્યાય મળે એટલી જ માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો