તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાશિવરાત્રી:મહાશિવરાત્રીએ શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાના કુંભનાથ મહાદેવમાં ભગવાનના મખારવિંદનું - શિવલીંગ  સન્મુખ પૂજન કરાયું - Divya Bhaskar
નાના કુંભનાથ મહાદેવમાં ભગવાનના મખારવિંદનું - શિવલીંગ સન્મુખ પૂજન કરાયું
  • કઠલાલમાં શિવરાત્રી નિમિતે શોભાયાત્રા યોજાઈ : ગળેશ્વર મહાદેવ અને શંકરાચાર્યમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી

નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં મહાશિવરાત્રિ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં અાવી હતી. જિલ્લાના ગળતેશ્વર મહાદેવ મંદિરે તેમજ રઢુ ગામે આવેલા ઘી નાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લાના તમામ મહાદેવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત પીજ ગામે આવેલા પૌરાણીય મંદિરે પણ સવારથી જ દર્શનાર્થીઓ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. નડિયાદ શહેરના માઇ મંદિરમાં આવેલા શિવાયલમાં દ્વાદશ જ્યોતિર્લિંગની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

દિવસભર સતત દર્શનાર્થીઓનો મંદિરમાં ધસારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત શહેરના મોટા મહાદેવ મંદિરમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. છાંગેશ્વર મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, રણમુક્તેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને કેટલાક મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. દિવસભર શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદે ગુંજતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...