તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ડાકોરમાં જન્માષ્ટમી પર્વે 200ના સ્લોટમાં ભકતોને મંદિરમાં પ્રવેશ

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે તંત્રએ મંજૂરી આપી

યાત્રાધામ ડેકોરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તંત્રએ લીલી ઝંડી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન સ્પષ્ટ કરી દીધા બાદ હવે ડેકોરમાં ધૂમધામ પુર્વક જન્માષ્ટમીની ઉજવણી થશે. જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી જણાવ્યું હતુ કે સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર જિલ્લામાં તમામ દેવાલયો ને જન્માષ્ટમીની ઉજવણી માટે નિયમો ને અનુરૂપ મંજુરી આપવામાં આવી છે. ડાકોર ખાતે જન્માષ્ટમી માં વિશેષ ભક્તો ઉમટી પડતા હોય, એક સાથે 200 ભક્તો દેવાલયમાં ઉભા રહી ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારે મંજૂરી આપવામાં આવી છે.

પોલીસ દ્વારા આ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. અને 200-200ના સ્લોટમાં ભક્તોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે. દર્શનાર્થે આવતા દરેક ભક્તોએ કોરોના એસ.ઓ.પી.નું પાલન કરવાનું રહેશે. મહત્વની વાત છેકે ડાકોર મંદિરમાં સેવકો અને મંદિર ટ્રસ્ટ સાથે થયેલી બેઠકમાં ગઇ કાલે જ જન્માષ્ટમીની ઉજવણી કરવાનું નક્કી કરી દેવાયું હતુ. જે બાદ હવે સરકારની ગાઈલ લાઈન સ્પષ્ટ થતાં આ વર્ષે ભક્તો શ્રીકૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો લઈ શકશે. ગત વર્ષે કોરોના કાળ ને કારણે ડેકોરમાં બંધ બારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, પરંતુ આ વર્ષે સરકારે છૂટછાટ આપતા વૈષ્ણવોમાં આનંદની લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...