તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Devotees At Ambaji, Somnath And Shamlaji Temples Will Be Able To Enjoy Phagni Poonam Darshan, Dwarka And Dakor Temples Will Be Closed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પુનમ:અંબાજી, સોમનાથ, અને શામળાજી મંદિરમાં ભક્તો ફાગણી પુનમે દર્શનનો લ્હાવો મેળવી શકશે, દ્વારકા અને ડાકોર મંદિર બંધ રહેશે

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા અને ડાકોરના ઠાકોર રણછોડરાયના દર્શન કોરોનાને કારણે નહીં કરી શકાય
  • હોળી-પુનમે સોમનાથ મંદિર સવારથી સાંજ 16 કલાક સળંગ ખુલ્‍લુ રહેશે
  • 51 શક્તિ પીઠ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માના દર્શન કરી શકાશે

રાજ્યભરમાં આસ્થાના કેન્દ્રસમા જાણીતાં મંદિર ફાગણી પુનમ નિમિતે કોરોના અંગે કેટલીક તકેદારી રાખવાની સાથે ખુલ્લા રહેશે. જ્યારે ભક્તોની ભીડથી ઉભરાતું ડાકોર અને દ્વારકા મંદિર આ વખતે સુમસામ નજરે પડશે તો અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે.

ડાકોરના દ્વાર ભક્તો માટે ત્રણ દિવસ બંધ
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું ખુબજ મહત્વ રહેલું હોય છે. દર વર્ષે આ પૂનમે લાખોની સંખ્યામાં પદયાત્રીકો રાજા રણછોડરાયના દર્શને આવે છે. જો,કે આ વખતે કોરોનાના કારણે વધુ સંક્રમણ ન ફેલાય અને ભક્તોના પ્રવાહને અટકાવવા મંદિરના દ્વાર બંધ કરાયા છે. આજથી સતત ત્રણ દિવસ સુધી મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. જોકે, શ્રીજીની પૂજા બંધ બારણે નિત્યક્રમ મુજબ કરવામાં આવશે.

ડાકોર મંદિર ત્રણ દિવસ માટે બંધ રહેશે
ડાકોર મંદિર ત્રણ દિવસ માટે બંધ રહેશે

દ્વારકાધીશ મંદિર ત્રણ દિવસ માટે બંધ
દ્વારકાધીશ મંદિરમાં જ્યારે ફાગણી પૂનમના ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. ત્યારે હોળીના રંગ ઉત્સવના પર્વમાં મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓ આવે છે. અને ભગવાન સાથે ભક્તો ફૂલડોલ ઉત્સવ ઉજવી ભક્તિ રંગમાં રંગાઈ જાય છે. જ્યારે આ વખતે ફૂલડોલ ઉત્સવ કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે તંત્ર દ્વારા દ્વારકા મંદિર ફૂલડોલ ઉત્સવ દરમિયાન ત્રણ દિવસ મંદિર ભક્તો માટે બંધ રહેશે. ત્યારે આ વખતે ભીડ ના થાય તે માટે ખાસ સુરક્ષા કરવામાં પણ આવી છે. જ્યારે દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં બે ડીવાયએસપી, ત્રણ પી.આઈ, દસ પી.એસ.આઈ સહિતના અઢીસો જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે. જેમાં સો પોલીસ જવાનો અને સો જેટલા ગ્રામ રક્ષક દળના જવાનો સુરક્ષા ફરજ પર હાજર રહેશે. આ ઉપરાંત મંદિર આસપાસ ભીડ ના થાય તે માટે બેરીકેટ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ સાદગીપૂર્વક પૂજારી પરિવાર અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વ્યવસ્થાપક સમિતિ ઉજવશે.

દ્વારકા મંદિર ત્રણ દિવસ માટે બંધ રહેશે
દ્વારકા મંદિર ત્રણ દિવસ માટે બંધ રહેશે

હોળી ધુળેટીમાં 51 શક્તિ પીઠ અંબાજીમાં ભક્તો માના દર્શન કરી શકાશે
51 શક્તિ પીઠ અંબાજીમાં માં અંબાના ચાચરચોકમાં ધુળેટીના દિવસે ફૂલો દ્વારા હોળી ધુળેટી યોજાય છે. જોકે, દર વર્ષની જેમ આ વખતે હોળી નહીં ખેલાય. કોરોના મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ફુલહોડ હોળી બંધ રાખવામાં આવી છે. જોકે, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માના દર્શન કરી શકશે.

કોરોના ગાઇડલાઇન મુજબ અંબાજીમાં માના દર્શન કરી શકાશે
કોરોના ગાઇડલાઇન મુજબ અંબાજીમાં માના દર્શન કરી શકાશે

હોળી-પુનમે સોમનાથ મંદિર સવારથી સાંજ 16 કલાક સળંગ ખુલ્‍લુ રહેશે
હોળી ધૂળેટી પર્વે જગવિખ્‍યાત સોમનાથ મંદિરે આવતા ભાવિકોએ ફરજિયાત માસ્‍ક પહેરવાની સાથે પાસ મેળવ્‍યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. આ પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ 16 કલાક ખુલ્‍લુ રહેશે. જેમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરીને બહાર નિકળવાનું રહેશે. મંદિર પરીસરમાં હોળી દર્શનનું આયોજન કરાયા છે. આ પર્વે મંદિર પરીસરમાં ભીડ એકત્ર ન થાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, હોળી - ધૂળેટી પર્વે બે દિવસ સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્‍યા સુઘી સળંગ 16 કલાક ખુલ્‍લુ રહેશે. મંદિરમાં આવતા ભાવિકો માટે પાસ સિસ્ટમ છે. જે મુજબ ભાવિકોએ ઓફલાઇન પાસ મંદિર પરીસર પાસેના કાઉન્‍ટર પરથી મેળવી લેવાનો રહેશે અને ઓનલાઇન પાસ સોમનાથ ટ્રસ્‍ટની વેબસાઇટ પરથી મેળવી લેવાના રહેશે.

સોમનાથ મંદિર 16 કલાક સળંગ ખુલ્લું રહેશે
સોમનાથ મંદિર 16 કલાક સળંગ ખુલ્લું રહેશે

શામળાજી મંદિરમાં હોળીના તહેવાર નિમિતે દર્શનનો સમય નક્કી કરાયો શામળાજી મંદિરના મેનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે, પુનમ હોઇ સવારે 6 વાગ્યાથી સાંજે 8:30 કલાક સુધી મંદિર તમામ તકેદારી સાથે ખુલ્લુ મુકાશે. અરવલ્લી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજી મુકામે હોળી દરમ્યાન ફાગણની પૂનમ માટે દર્શન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ફાગણ સુદ પુનમે મંદિર સવારે 6:00 કલાકે ખોલશે. તેમજ મંગળા આરતી સવારે 6:45 કલાકે થશે. ત્યાર બાદ શણગાર આરતી સવારે 9:15 કલાકે થશે જ્યારે 11:30 કલાકે મંદિર બંધ થશે. ત્યારબાદ મંદિર 12:15 કલાકે ખોલવામાં આવશે અને 12:30એ ફરી મંદિર બંધ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 2:15એ મંદિર ખુલશે અને સંધ્યા આરતી સાંજે 7:00 કલાકે થશે, જ્યારે શયન આરતી 8:15 કલાકે થશે અને રાત્રે 8:30 કલાકે મંદિર બંધ થશે.

શામળાજી મંદિરમાં દર્શન કરવાનો સમય નક્કી કરાયો
શામળાજી મંદિરમાં દર્શન કરવાનો સમય નક્કી કરાયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો