બદલી:ખેડા જિલ્લા વિકાસ અધિકારીની સુરત મુકામે બદલી, નવા ડીડીઓ તરીકે કે.એલ.બચાણીની નિયુક્તિ કરાઇ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કે.એલ.બચાણી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરમાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર હતા

રાજ્યમાં નવ આઇએએસ અધિકારીની બદલી કરાઈ છે. જેમાં ખેડા જિલ્લાના આઇએએસ અધિકારી ડીડીઓનો સમાવેશ થાય છે. જેઓને સુરત મુકામે ડીડીઓ તરીકે મુકાયા છે. જ્યારે ગાંધીનગર જીઆઇડીસીના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરની ખેડા મૂકામે ડીડીઓ તરીકે પસંદગી થઈ છે.

ડી.એસ.ગઢવીની સુરત મુકામે ડીડીઓ તરીકે બદલી કરાઈ

રાજ્ય સરકારે નવ આઇએએસ કક્ષાના અધિકારીઓની બદલી કરી છે. અત્યાર સુધી ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે હોદ્દો સંભાળતા ડી. એસ. ગઢવીની સુરત મુકામે ડીડીઓ તરીકે બદલી કરાઈ છે. જ્યારે તેમના બદલામાં ખાલી પડેલ જગ્યા પર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર આઇએએસ અધિકારી કે.એલ.બચાણીને ખેડાના ડીડીઓ તરીકે મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...