તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:દેવુંસિંહને મંત્રી મંડળમાં સ્થાન મળતા ભવ્ય સન્માન કરાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતર અને મહેમદાવાદમાં કાર્યક્રમ યોજાશે

ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના સંચાર અને પોસ્ટ વિભાગના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. ખેડા જિલ્લાને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા જ જિલ્લાના ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે. સંચાર મંત્રી વતનમાં પરત આવ્યા ત્યારે પણ જન આશીર્વાદ રેલીનું આયોજન કરાયું હતું. જે બાદ હવે જિલ્લામાં તેમના સ્વાગત સન્માન ની ભવ્ય તૈયારીઓ થઇ રહી છે. 3

ગુરૂવારના રોજ પ્રથમ માતર માનવ પરિવાર (પીપરીયા રોડ) ખાતે સવારે 9 વાગ્યે અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના મતક્ષેત્રમાં બપોરે 3 વાગ્યે લાવેના બિઝનેસ હબ, ખાત્રજ ચોકડી ખાતે પણ સન્માન સમારોહનું આયોજન કરાયું છે. બંને સન્માન સમારોહમાં ગુજરાતી કલાકાર રાજભા ગઢવી, અશોક ઠાકોર, મહેશસિંહ સોલંકી, મહેશભાઈ રબારી, સ્વાતીબેન પંચાલ, અપેક્ષા પંડ્યા, કાજલ મહેરીયા, ગ્રીષ્મા પંચાલ, રાકેશ બારોટ જેવા કલાકારો પોતાની કળાના જાદુથી હાજર શુભેચ્છકોનું મનોરંજન કરશે.

અન્ય સમાચારો પણ છે...