ખેડામાં જિલ્લા કોંગ્રેસનું મિશન -2022 સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાએલ સભામાં 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ કક્ષાની સૂચના મુજબ ડિજિટલ સભ્ય નોંધણી ઝુંબેશ પર ભાર મુકવાની વાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ને જણાવેલ કે હવે આપણે જનસંપર્ક વધારવો પડશે.
બધા સાથે મળી તા.10 માર્ચ થી 25 માર્ચ સુધી જિલ્લામાં પ્રવાસ કાર્યક્રમ નક્કી કરી દરેક તાલુકામાં અલગ અલગ ટિમો બનાવી આમ પ્રજા નો સંપર્ક કરવા કાર્યકરોને સૂચના આપેલ. મતદાર યાદી સાથે રાખી સભ્ય નોંધણી ઝૂંબેશ ચલાવવા કાર્યકર ને સલાહ આપવામાં આવી હતી. લોકોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી બાબતે સરકાર પ્રત્યે નારાજગી છે તે બાબતે લોકોને જાગૃત કરી આપના પક્ષની વિચારધારામાં જોડવા આહવાન કર્યું હતું.
હવે પક્ષમાં કોઈ નિમણુકો કાયમી નહીં રહે પરંતુ જે કામ કરશે તેને જ સ્થાન મળશે. જેવી અનેક નાના મોટા મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા, ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, કાળુસિંહ ડાભી, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.