• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Detention Of The Driver With English Liquor Being Taken In The Car From The Rally Check Post Of Kapadvanj, Totaling Rs. Muddamal Of Rs 6.70 Lakh Seized

ઇંગ્લીશ દારૂની હેરાફેરી:કપડવંજની રેલીયા ચેક પોસ્ટ પાસેથી કારમાં લઈ જવાતા ઈંગ્લિશ દારૂ સાથે ચાલકની અટકાયત, કુલ રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી રૂ. 1.63 લાખની કિંમતની ઇંગ્લીશ દારૂની 264 બોટલો મળી આવી
  • ​​​​​​​કપડવંજ ગ્રામ્ય ​​​​​​​પોલીસે કારચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના કપડવંજ પાસેના મોડાસા રોડ પરની રેલીયા ચેક પોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી લેવાઈ છે. જેમાં કાર ચાલકની પણ અટકાયત કરાઈ છે. કપડવંજ ગ્રામ્ય પોલીસે 1.63 લાખના ઈંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 6 લાખ 70 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ ગ્રામ્ય પોલીસના માણસો આજે બુધવારે વહેલી સવારે રેલીયા ચેક પોસ્ટ પર વાહનોનું ચેકીંગ કરતા હતા. દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી નંબર વગરની કારને અટકાવી હતી. કાર ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લક્ષ્મણરામ મોતીરામ જાટ (રહે. બળદાયું, જયપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

પોલીસને કારમાં દારૂ છુપાયો હોવાની શંકા થતાં પોલીસે કારની તલાશી લીધી હતી. દરમિયાન કારમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ 264 કિંમત રૂપિયા 1 લાખ 63 હજાર 200નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી આરોપીની અટકાયત કરી હતી.

સાથે જ પોલીસે લક્ષ્મણરામ પાસેથી એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા અને ગુનામાં વપરાયેલી કાર મળી કુલ રૂપિયા 6 લાખ 70 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ તેના વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તે ક્યાં ડીલીવરી કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...