તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ શહેરના અમદાવાદી દરવાજા બહાર શાંતિફળીયા, ભવાનીપુરા પાસે આવેલા જાહેર માર્ગ પર લાકડાનો ભંગાર પડ્યો રહેતો હતો. જે આ જાહેર માર્ગ પર આવતા જતા વાહનો માટે તથા લોકો માટે અડચણરૂપ છે. અહીં આવેલા શૌચાલયનો પણ રહિશો ઉપયોગ કરી શકતાં નહતાં. આ અંગેની રજુઆતના પગલે દોઢ મહિના પહેલા પાલિકાના જેસીબી અને ટ્રેક્ટર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું અને સામાન ભરવામાં આવ્યો હતો. જે લોકોનો સામાન ગયો હતો તેઓ પાલિકા પહોંચ્યાં હતાં અને પૂછપરછ કરતાં પાલિકા દ્વારા આવું કોઇ દબાણ હટાવવામાં આવ્યું નહોવાનું જણાવવામાં આવ્યું હતું.
જેના પગલે મામલો ગરમ થયો હતો. સમગ્ર મામલામાં ભવાનીપુરાના જમનાબહેન પરમારે રજુઆત કરી હતી કે, વોર્ડ નં.6ના કાઉન્સિલર કાનાભાઈ તેમનો પુત્ર રવિ પરમારે સરકારી મશીનરી અને સત્તાનો દુરૂપયોગ કરી પાલિકાની પરવાનગી વગર ઘરની બહાર પડેલો તમામ સામાન ભરીને નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે ગુનો નોંધવા પોલીસમાં પણ રજુઆત કરી હતી. આ વાતને દોઢ મહિનો થવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા બુધવારથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ આંદોલનમાં હાઈડ્રામા સર્જાયો હતો. સવારે ઉપવાસ માટે આવેલા મુકેશભાઈ પરમાર સહિતના તેમના પરિવારજનોની મોડી સાંજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મામલતદાર સમક્ષ રજુ કરી જામીન લીધાં હતાં.
ન્યાય મળ્યો નથી, અમે કોર્ટમાં જશું
અમારો સામાન ભરી જવા મામલે કાનાભાઈ પરમાર સામે ગુનો નોંધવા અમે કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર ઉતર્યાં હતાં. પરંતુ અમને પોલીસે સાંજે અટકાયતી પગલાં ભર્યાં હતાં અને જામીન લીધાં હતાં. અમને આ મુદ્દે ન્યાય મળ્યો નથી. જેથી અમે કોર્ટમાં જઇશું.- મુકેશભાઈ પરમાર, અરજદાર.
દબાણ હટાવ્યું ન હોવાનું જણાવતા મામલો ગરમાયો
નડિયાદ નગરપાલિકા દ્વારા ભવાનીપુરા વિસ્તારમાં દબાણ બાબતે અગાઉ અરજદારોને એવુ કહેવામાં આવ્યું હતું કે, પાલિકા દ્વારા દબાણ હટાવવા બાબતે કોઇ ટીમ ફાળવવામાં આવી નહતી. રહિશોની રજુઆત અન્વયે માત્ર ગંદકીની સફાઇ અર્થે જેસીબી અને ટ્રેક્ટર ફાળવવામાં આવ્યાં હતાં. જોકે, હવે આ મુદ્દે પાલિકાનું વલણ જોવું રહ્યું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.