નડિયાદ સ્થાનિક પોલીસ કેસ અંગે તપાસ અર્થે દેવ મોટલમાં પહોંચી હતી. પરંતુ મોટલના મેનેજરે રજીસ્ટર ન નિભાવતા પોલીસે મેનેજર વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન બદલ ગુનો નોંધ્યો છે.
નડિયાદ ટાઉન પોલીસની ટીમ લવ જેહાદ કેસમાં પોલીસ ટીમ શહેરમાં આવેલ દેવ મોટલમાં તપાસમાં ગઇ હતી. તે સમયે લવ જેહાદનો મુખ્ય આરોપી યાસરખાન જાબીરખાન પઠાણ રહે, સક્કુરકૂઇ નડિયાદ અને યુવતી શહેરની દેવ મોટલમાં ગત તા.24 માર્ચના રોજ રોકાયા હતા. જે અન્વયે પોલીસ ટીમ દેવ મોટલમાં સરકારના નિયમાનુસાર ગ્રાહકોના આધાર પુરાવા લીધા ન હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે પોલીસ ટીમ હોટલના કાઉન્ટર પર ઉભેલ ઇસમની પૂછપરછ કરતા તેણે તેનું નામ દિનેશભાઈ પરસોત્તમભાઇ પટેલ રહે, નડિયાદ જૂના ડુમરાલ રોડ અનેરી હાઇટસ જણાવ્યુ હતુ.આ અંગે પોલીસ ટીમે તેની પૂછપરછ કરી હોટલમાં રોકાયેલા ઇસમોએ ઓળખના આધાર પુરાવા લીધા હતા,જે અંગે તેને કોઇ આધાર પુરાવા લીધા ન હોવાનું તપાસમાં જણાવ્યુ હતુ.
તેમજ હોટલના રજીસ્ટરમાં તે અંગેની નોંધ પણ કરી ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી હોટલના મેનેજર જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબ રજીસ્ટર નોંધ કરી ન હતી. જેથી આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે દેવ મોટલના મેનેજર દિનેશભાઇ પરસોત્તમભાઇ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.