તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદમાં યુવક પર હુમલા પ્રકરણમાં ભાજપના કાઉન્સિલર સહિત 5 શખ્સોની અટકાયત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામા આવ્યો હતો

નડિયાદમાં યુવક પર થયેલા હુમલા પ્રકરણમાં ભાજપના કાઉન્સિલર સહિત પાંચ વ્યક્તિઓ સામે નડિયાદ પોલીસે મથકે ગુનો દાખલ થયો હતો. ગઈકાલ રાત્રે આ તમામ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે આજે નડિયાદની કોર્ટમાં રજૂ કરતાં કાઉન્સિલર સહિત પાંચને જામીન મળી ગયા હોવાનું જાણવા મળેલ છે.

નડિયાદમાં અમદાવાદી દરવાજા બહાર શાંતિફળિયામાં રહેતા 32 વર્ષિય મુકેશ ખુશાલ પરમાર તેના પિતરાઇ ભાઇ નરેશ પરમાર સાથે બેઠો હતો. ત્યારે નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં. 6ના ભાજપના કાઉન્સિલર કાનજી દેવજી પરમાર તેનો પુત્ર રવિ પરમાર, કરણ ચીમન પરમાર, અજય ચીમન પરમાર અને રણજીત રમણ પરમાર ત્યાં આવી પહોંચી મુકેશ અને તેના પિતરાઇ ભાઇ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

કાનજીએ અગાઉના ઝઘડાની રીસ રાખી અને લાકડાના પીઠુ ખાલી કર તેમ કહી મુકેશ પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. સાથે સાથે તેના પિતરાઇ ભાઇ સાથે પણ મારામારી કરી હતી. જે બાદ કાઉન્સિલર અને અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. ઘાયલ યુવક ભાનમાં આવતાં તેના નિવેદનના આધારે પોલીસે ઉપરોક્ત કાઉન્સિલર કાનજી પરમાર સહિત 5 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે આઈપીસી 143, 147, 148, 149, 324, 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

બીજી બાજુ ફરિયાદી પક્ષ તરફથી આરોપીઓને તાત્કાલીક પકડવા માટે Dyspને આવેદનપત્ર આપી માંગણી કરાઈ હતી. આથી ગઈકાલે રાત્રે નડિયાદ ટાઉન પોલીસે ઉપરોક્ત કાઉન્સિલર સહિત 5 વ્યક્તિઓની પાંચ ધરપકડ કરી હતી. જે બાદ આજે કોર્ટમાં રજુ કર્યા હતા જોકે જામીન પાત્ર ગુનો હોય નડિયાદ કોર્ટે જામીન આપી દીધા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...