કાર્યવાહી:નડિયાદ પાસેથી દેશી દારૂ ઝડપાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નડિયાદ નજીકથી બોલેરો પીકઅપ ડાલુ લઇને પસાર થતાં નરેશ ઉર્ફે નરીયો રામસિંગ ડાભી (રહે.ખેડા)ને ઇશારો કરી ઉભો રાખ્યો હતો. જેની બોલેરો પીકઅપને પોલીસે ચેક કરતાં તેમાંથી 11,000 રૂપરડીનો 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડાલુના ડ્રાઇવર નરેશ ઉર્ફે નરીયો રામસિંગ ડાભીના કબજામાંથી દારૂ, રોકડ મળી કુલ રૂ.2,16,200નો મુદ્દામાલ કબજે લઇ તેની વિરૂધ્ધ માતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...