તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Dengue Outbreak In Nadiad City More Than 40 Patients In Hospitals, Many More Cases In Private Hospitals Than Government, A Team Of 51 People

આરોગ્ય તંત્ર દોડતું થયું:નડિયાદ શહેરમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ હોસ્પિટલોમાં 40થી વધારે દર્દી, સરકારી કરતા ખાનગી દવાખાનામાં અનેક ગણાં કેસ, 51 જણાની ટીમ મેદાનમાં ઉતારી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓ ઉભરાઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. નાના ક્લિનિકથી માંડી મોટી હોસ્પિટલોમાં લોકો તાવ, શરદી અને ખાંસી સહિત માથાના દુ:ખાવાની બૂમો લઈ પહોંચી રહ્યા છે. બીજીતરફ નડિયાદ સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દી દાખલ છે. ત્યારે આજે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયુ હોય અને સરકારી ચોપડે તેની નોંધણી થઈ હોય તેવો વધુ એક ડેન્ગ્યુનો કેસ સામે આવ્યો છે. ડેન્ગ્યુની સાથે વાઈરલ ફીવર અને ચિકનગુનિયા પણ વિસ્ફોટક રીતે વકરી રહ્યો છે. ડેન્ગ્યુના હાલ 40થી વધુ એક્ટિવ કેસ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હોવાનું આરોગ્ય સૂત્રોએ જણાવ્યુ છે.

આરોગ્ય વિભાગે લોકોને મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે પ્રશાસન દ્વારા સૂચવવામાં આવેલા સૂચનો મુજબ સહયોગ આપવા વિનંતી કરી છે. ખેડા જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. અજીતભાઈ ઠાકર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, અર્બન મેલેરીયા સ્કીમ અન્વયે 51 વ્યક્તિની ટીમ મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોને નાથવા માટે સક્રિય છે. જે પૈકી 46 તો નડિયાદ શહેર વિસ્તારમાં જ કામ કરી રહ્યા છે.

જ્યારે કપડવંજ અર્બન સેન્ટરમાં 1 અને અન્ય જગ્યાએ 5 લોકોને ગોઠવાયા છે. ઉપરાંત નડિયાદ શહેરી વિસ્તારમાં બીજા 23 કર્મચારીઓ ઉપરોક્ત રોગોને વધતા રોકવા માટે કામ કરી રહ્યા છે. જે વિસ્તારમાં ડેન્ગ્યુ કે અન્ય મચ્છરજન્ય રોગનો પોઝીટીવ કેસ દેખાય તો તેની નજીકના 100 ઘરોમાં રોગચાળા સંદર્ભે સમજણ અપાય છે. ઉપરાંત ફોગીંગ કરાય છે. નાગરીકો પણ આ કાર્યમાં ભાગીદાર બની જાગૃતતા દાખવે તે માટે તેમણે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...