તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ:ખેડાના રઢુમાં બાવળની ઝાડીઓમાં ચાલતું જુગારધામ ઝડપાયુ, પોલીસે કુલ રૂ. પાંચ લાખના મુદ્દામાલ સાથે નવ શકુનીઓને દબોચ્યા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારધામ ચલાવતો આરોપી ફરાર થઈ ગયો

સમગ્ર રાજ્યમાં ઠેકઠેકાણે દારૂ, જુગારની પ્રવૃત્તિઓ બેફામ બની છે. ખેડા જિલ્લામાં પણ આવી પ્રવૃત્તિઓને ડામવા પોલીસ ખાસ ડ્રાઈવનું આયોજન કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગતરાત્રે ખેડાના રઢુમાં બાવળની ઝાડીના ઓથાતળે ચાલતાં જુગારધામ પર સ્થાનિક પોલીસ ત્રાટકી જુગાર રમતા 9 લોકોને દબોચી લીધા છે. આ બનાવમાં જુગારધામ ચલાવતો મુખ્યસૂત્રધાર આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે રોકડ રૂપિયા સહિત એક કાર તથા બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 5 લાખ 1 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ ઈસમો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા તાલુકાના રઢુ ગામે ખોડિયાર માતાના મંદિર પાછળ બાવળની ઝાડીના ઓથાતળે ચાલતાં જુગારધામ પર ખેડા પોલીસે ગતરાત્રે છાપો માર્યો હતો. ખાનગી વાહનોમાં બેસી પોલીસે ત્યાં દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. અહીંયાથી જુગાર રમતા અમદાવાદ ગ્રામ્યના 9 વ્યક્તિઓને પોલીસે દબોચી લીધા છે. જેમાં અનવરહુસેન રૂસ્તમમીંયા પરમાર (રહે. કાસીન્દ્રા, તા. દસક્રોઈ), મહંમદતારીક અતામહંમદ રાજપુત (રહે. અમદાવાદ), પરેશ નંદલાલ કા.પટેલ (રહે. ધોળકા), જગદીશ ઈશ્વર ઠાકોર (રહે. કાસીન્દ્રા, તા. દસક્રોઈ), ઈમરાન ઉર્ફે પઠાણ ઈમ્ત્યાજખાન પઠાણ (રહે. અમદાવાદ), રહેમતઅલી ઈફાયતઅલી સૈયદ (રહે. અમદાવાદ), લાલા ચંદુભાઈ ચૌહાણ (રહે. કાસીન્દ્રા, તા. દસક્રોઈ), અકબર સુલેમાન ચોપડા (રહે. સરખેજ, અમદાવાદ ) અને મહેબુબ ઉમરભાઉ ગડીત (રહે. ધોળકા) નો સમાવેશ થાય છે.

અહીંયા જુગારધામ ચલાવતો મુખ્યસૂત્રધાર આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મહીશી અજીતસિંહ વાઘેલા (રહે. રઢુ) પોલીસને જોઇ નાસી છુટ્યો છે. પોલીસે પકડાયેલા 9 વ્યક્તિઓની તલાસી લેતા કુલ રોકડ રૂપિયા 1 લાખ 54 હજાર કબ્જે કર્યા છે. સાથે સાથે 8 નંગ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 52 હજાર 500 તેમજ અમદાવાદ ગ્રામ્યના પાર્સિંગની એક સ્વીફ્ટ ગાડી તથા બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 5 લાખ 1 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ તમામ ઈસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...