તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાત્રિકોમાં નારાજગી:ડાકોરમાં પૂનમ દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન દૂર કરવા માગ, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અનેક ભક્તો દર્શનથી રહે છે વંચિત

ડાકોર2 મહિનો પહેલા
 • ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રથા દૂર કરવી જોઈએઃ યાત્રિક

ગુજરાતના તમામ યાત્રાધામ અને મંદિરોમાં પૂનમ ના રોજની દર્શન વ્યવસ્થા રાબેતા મુજબ થઈ રહી છે ત્યારે કોવિડના કેન્દ્રીય ગાઈડલાઈન આગળ ધરી ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર મેનેજમેન્ટ હજુ પૂનમના દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જીદ છોડતું નથી. ડાકોર રણછોડરાયજી મંદિરમાં માગશર માસની પૂનમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પધ્ધતિથી દર્શન વ્યવસ્થાને લઈ યાત્રિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ કારણે વ્રતની પૂનમ નિયમિત ભરતા અનેક યાત્રિકો અટવાઈ દર્શનથી વંચિત રહી જતા હોય છે. જોકે કેટલાક યાત્રિકો પૂનમથી પાંચમ તો કેટલાક અગિયારસથી પૂનમના દર્શનને પૂનમના દર્શન જેટલી જ મહત્વતા આપે છે. જે યાત્રિકો આ દિવસો દરમ્યાન ડાકોર આવી શ્રીજીમહારાજના દર્શન કરી પૂનમના દર્શન કર્યાનો સંતોષ માની રહ્યા છે.

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં માગશર માસની પૂનમના દર્શન કરવા માટે ભક્તો દર્શનાર્થીઓએ મંદિરની વેબસાઈટ ઉપર ઓનલાઈન બુકિંગ કરાવીને ટોકન નંબર લેવો પડશે તેમ જાહેર કરેલ છે. મંદિરમાં પૂનમે શ્રીજીના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયા મુજબ કેન્દ્રીય કોવિડ ગાઈડલાઈન ના નિયમનો ભંગ ન થાય તે માટે ઓનલાઇન બુકિંગ કરીને આવતાં શ્રધ્ધાળુઓને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે.મહત્વનું છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

માગશર માસની પૂનમના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓએ ઓનલાઇન બુકિંગ ફરજિયાત કરાવવાનું રહેશેની બાબત ને લઈ યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વળી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે ની બાબતને ગ્રામ્ય કક્ષાએ થી આવતા શ્રધ્ધાળુઓમાં વ્યાપક નિરાશા જોવા મળી રહી છે.યાત્રિકો અને દર્શનાર્થીઓ પૂનમના દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ટોકન નંબર સાથે દર્શન વ્યવસ્થા દૂર કરવા માગણી કરી રહ્યા છે.

આ અંગે નડિયાદના યાત્રિક મુકેશભાઈ પાટીલે જણાવ્યું હતું કે તેઓ દરેક પૂનમ ડાકોર દર્શને આવે છે.પરંતુ જ્યાંરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે ત્યારથી તેઓ અગિયારસથી પૂનમ સુધી કે પૂનમથી પાંચમ સુધીમાં કોઈ એક દિવસ આવીને દર્શન કરે છે. તેઓ જણાવે છે કે કોરોના બાબતે જાહેર તકેદારીની સમજ જનતામાં સંપૂર્ણ વિકસી ગઈ છે. વળી રવિવાર અને આડે દિવસે દર્શનાર્થીઓ દર્શન કરે જ છે. તો રવિવારે ભક્તો શ્રધ્ધાળુ અને દર્શનાર્થીઓના ભક્તિભાવને સમજી આ આડખીલીરૂપ બનતી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રથા દૂર કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો